ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / 'તમે ભારતમાં નથી...' સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય અબજોપતિની દીકરી સાથે થયો જાતિવાદ! જાણો કોણ છે 1600 કરોડના બંગલાની માલકિન વસુંધરા ઓસવાલ

NRI / 'તમે ભારતમાં નથી...' સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય અબજોપતિની દીકરી સાથે થયો જાતિવાદ! જાણો કોણ છે 1600 કરોડના બંગલાની માલકિન વસુંધરા ઓસવાલ

Published By: Nirav Kumar

Last Updated: 05:50 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશોમાં ભારતીયો સામે નસ્લીય ભેદભાવના કેસ વધી રહ્યા છે. આવો જ એક કેસ સ્વિત્ઝરલેન્ડમાં સામે આવ્યો છે. જેમાં 1649 કરોડ રૂપિયાના વિલા માલિક પર પણ નસ્લીય ટીપ્પણી થઇ હતી.

ADVERTISEMENT

ભારતીયો સામે વિદેશોમાં રેસિઝમના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. સામાન્ય ભારતીય સાથે થતી આવી ઘટનાઓ પર તો ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ જ્યારે કોઈ અમીર પરિવારની વ્યક્તિ સાથે આવું બને ત્યારે તે સુર્ખીઓ બની જાય છે. ખાસ કરીને જ્યારે તેમના પિતા તે દેશના સૌથી મોંઘા વિલાના માલિક હોય.

  • કોણ છે વસુંધરા ઓસ્વાલ ?

સ્વિત્ઝરલેન્ડમાં 1649 કરોડ રૂપિયાના ‘વિલા વારી’ની માલિક વસુંધરા ઓસ્વાલ સાથે તેમના જ ઘરની બહાર નસ્લીય ભેદભાવ (રેસિઝમ)નો એક મામલો સામે આવ્યો છે. જેમાં ભારતીય મૂળની આ યુવા બિઝનેસ વુમનને તેમના જ ઘરની બહાર એક સ્વિસ નાગરિક તરફથી ભેદભાવનો સામનો કરવો પડ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં વિદેશમાં રહેતા સમૃદ્ધ ભારતીયો સાથે થતા ભેદભાવ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ છે. લોકો કહી રહ્યા છે કે વિદેશમાં રહીને ગમે એટલા પણ પૈસા કમાઈ લો, પરંતુ તેઓ તમને તમારી સ્કીન ટોન આધારે જ તમારું મૂલ્યાંકન કરશે.

  • શું બન્યું હતું?

આ ઘટના ગુરુવારની બપોરની છે. જેમાં ઓસ્વાલ પરિવારના લૉનમાં ઘાસ કાપવાની મશીન ચાલી રહ્યું હતું. ત્યારે એક પાડોશી ગેટ પર આવ્યો અને મશીન બંધ કરાવવાની જીદ કરવા લાગ્યો હતો. તેને કટાક્ષમાં એમ પણ કહ્યું, “તમે ભારતમાં નથી.” વસુંધરાએ આ વાતને ચૂપચાપ સહન કરવાને બદલે તે વ્યક્તિને જવાબ આપ્યો. જેમાં વસુંધરાએ સ્પષ્ટ કર્યું કે સ્થાનિક નિયમો અનુસાર તે સમયે લૉન મૂવર ચલાવવા પર કોઈ પ્રતિબંધ નથી. તેમ છતાં તે વ્યક્તિ વિવાદ કરી રહ્યો હતો. વસુંધરાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે આવી વાતો સાંભળીને ઘણી વખત લાગે છે કે આ અમેરિકા કે બ્રિટનની ઘટના હશે પરંતુ આ બધું સ્વિત્ઝરલેન્ડમાં બન્યું હતું.

  • વસુંધરાના પિતા કોણ?

વસુંધરાના પિતા પંકજ ઓસ્વાલનું પરિવાર છેલ્લા આઠ વર્ષથી સ્વિત્ઝરલેન્ડમાં રહી રહ્યું છે. તેમને ત્યાં દેશના સૌથી મોંઘા ઘરોમાં ગણાતું ‘વિલા વારી’ ખરીદ્યું છે. આટલી મોટી સંપત્તિ અને ત્યાંની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા છતાં તેમને આવા વર્તનનો સામનો કરવો પડ્યો હતો. વસુંધરાએ આ બાબત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે વિકસિત દેશોના નાગરિકો આજે પણ બીજા કલ્ચર વિશે આટલી સંકુચિત માનસિકતા ધરાવે છે.

વધુ વાંચો : પહેલા પત્નીની હત્યા, બાદમાં રચ્યું નાટક, અંતે 9 મહિના બાદ USમાં વસતા ભારતીય એન્જિનિયરની ધરપકડ

  • ભારતીયો સાથે ભેદભાવ

આંકડાઓ મુજબ, સ્વિત્ઝરલેન્ડમાં રહેતા લગભગ 17 ટકા લોકોએ કોઈને કોઈ સમયે રેસિઝમનો સામનો કરવાની વાત કબૂલ કરી છે. બ્રિટનમાં આ આંકડો 21 ટકાની આસપાસ છે. પણ સ્વિત્ઝરલેન્ડમાં આવી અનેક ઘટનાઓ બને છે જે ક્યારેય રેકોર્ડ પર આવતી જ નથી. ખાસ કરીને જેમનો સ્કિન ટોન અલગ હોય કે જેઓ આર્થિક રીતે ત્યાંના સામાન્ય લોકો કરતાં સારી સ્થિતિમાં હોય તેમને વધુ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ ઘટના બાદ ઈન્ટરનેટ પર લોકો વસુંધરાના સ્ટેન્ડની તારીફ કરી રહ્યા છે તો અમુક લોકો પોતાની સુરક્ષા અને આત્મસન્માન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Racism Indians Abroad Racial Discrimination

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ