બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ''મારા નામે જૂઠાણું...'', વૈભવ સૂર્યવંશીને લઇ સૂર્યકુમાર યાદવે આ શું કહી દીધું?
Last Updated: 04:49 PM, 7 July 2026
ભારતીય T20 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં ટીમ ઈન્ડિયાની ટીમની બહાર છે. કેપ્ટનપદ ગુમાવવાની સાથે સાથે તેમણે ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવ્યું છે. 'મેન ઇન બ્લૂ' સાથે સૂર્યની સફર આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન રમાયેલી બે મેચની T20 સીરીઝ સાથે સમાપ્ત થઈ હતી, ત્યારથી તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી. હવે, સૂર્યએ એક પોસ્ટ દ્વારા ટીમ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરીને ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
આ ઉપરાંત, સૂર્યાની પોસ્ટમાં વૈભવ સૂર્યવંશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે એક ખોટા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને ચાહકોને આવી વાતો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી.
ADVERTISEMENT
સૂર્યાએ લખ્યું, "હું ટીમ માટે ખૂબ ખુશ છું અને હંમેશાં તેમને શુભકામના આપુ છું. હું જાણું છું કે, ખેલાડીઓ પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે અને તેમને હંમેશાં મારો સપોર્ટ રહેશે."
વૈભવ સૂર્યવંશી વિશે વાત કરતાં સૂર્યાએ લખ્યું, "વૈભવ માટે એક ખાસ વાત- તું આશા અને ઉત્સાહથી ભરપૂર છે. તું એક સફરની શરૂઆતમાં છે. દરેક ક્ષણનો આનંદ માણ અને દેશનું ગૌરવ વધારતો રહે."
ADVERTISEMENT
— Surya Kumar Yadav (@surya_14kumar) July 7, 2026
તે ખોટા નિવેદન અંગે સૂર્યાએ લખ્યું, "મેં સોશિયલ મીડિયા પર એક નિવેદન ફરતું જોયું છે જે ખોટી રીતે મારા નામે ચડાવવામાં આવી રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી. કૃપા કરીને પાયાવિહોણી માહિતી પર વિશ્વાસ ન કરો કે તેને શેર ન કરો." જોકે, સૂર્યાએ એ સ્પષ્ટ કર્યું ન હતું કે તેઓ કયા નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
આગળ લખ્યુ છે કે, "ભારતીય ક્રિકેટ, મારા સાથી ખેલાડીઓ અને રમત પ્રત્યેનો મારો સપોર્ટ હંમેશા મારા પર ખોટી રીતે આરોપ લગાવવામાં આવતા શબ્દો કરતાં વધુ બોલશે."
આ પણ વાંચોઃ ત્રીજી T20માં શું બદલાશે ભારતની પ્લેઇંગ-11? બિશ્નોઈ બહાર, પ્રિન્સ યાદવને મળી શકે ડેબ્યૂ ચાન્સ
ADVERTISEMENT
પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૂર્યાએ 1 ટેસ્ટ, 37 વન-ડે (ODI) અને 113 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેણે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચમાં 8 રન બનાવ્યા હતા. તેણે 35 વન-ડે ઇનિંગ્સમાં કુલ 773 રન બનાવ્યા છે, જ્યારે 107 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 3272 રન નોંધાવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.