બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / જો તમારા પણ રૂપિયા છે EPF એકાઉન્ટમાં, તો ફાવી ગયા સમજો, આવી ખુશખબરી!

તમારા કામનુું / જો તમારા પણ રૂપિયા છે EPF એકાઉન્ટમાં, તો ફાવી ગયા સમજો, આવી ખુશખબરી!

Nidhi Panchal

Last Updated: 12:46 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOના 8 કરોડથી વધુ સભ્યો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે 2025-26ના PF વ્યાજની રકમ નવી સિસ્ટમના કારણે પહેલા કરતા વધુ ઝડપથી સભ્યોના ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થશે

EPFO વ્યાજ ક્રેડિટ અપડેટ: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે લાખો સભ્યોને તેમના PF ખાતામાં વ્યાજની રકમ જલ્દી જમા થતી જોવા મળી શકે છે. EPFO દ્વારા તાજેતરમાં સોફ્ટવેર અપગ્રેડ અને ડેટાબેઝ ઇન્ટિગ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે PF વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ ઝડપી બનવાની અપેક્ષા છે.

epfo-news-vtv

યોગદાન પર 8.25 ટકા વ્યાજ દરની સત્તાવાર જાહેરાત

EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રોવિડન્ટ ફંડ (PF) યોગદાન પર 8.25 ટકા વ્યાજ દરની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પોતાની તમામ પ્રાદેશિક કચેરીઓને સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ, EPF યોજનાની કલમ 60(1) હેઠળ કેન્દ્ર સરકાર તરફથી આ વ્યાજ દરને મંજૂરી મળી ગઈ છે અને હવે વર્ષ 2025-26 માટે દરેક પાત્ર સભ્યના EPF ખાતામાં આ દર મુજબ વ્યાજ જમા કરવામાં આવશે.

લાભ દેશના લગભગ 8 કરોડ EPFO સભ્યોને મળશે

આ નિર્ણયનો સીધો લાભ દેશના લગભગ 8 કરોડ EPFO સભ્યોને મળશે. ખાસ વાત એ છે કે આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે PF પર 8.25 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ આ વ્યાજ દરને મંજૂરી આપી હતી. ત્યારબાદ દરખાસ્ત નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી અને જૂન મહિનામાં કેન્દ્ર સરકારે તેને અંતિમ મંજૂરી આપી હતી.

epfo1-new-logo

નવી સિસ્ટમથી ઝડપથી મળશે PF વ્યાજ

EPFO દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મુખ્ય સોફ્ટવેર અપગ્રેડ અને ડેટાબેઝ ઇન્ટિગ્રેશનના કારણે હવે સભ્યોના ખાતામાં PF વ્યાજની રકમ પહેલા કરતા વધુ ઝડપથી ટ્રાન્સફર થઈ શકશે. અગાઉ તમામ સભ્યોના ખાતામાં વ્યાજ જમા થવામાં એકથી બે મહિના જેટલો સમય લાગી જતો હતો, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનવાની શક્યતા છે. ઘણા EPFO સભ્યો આ વર્ષની શરૂઆતથી જ તેમના PF ખાતામાં વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે સરકાર અને EPFOની મંજૂરી મળ્યા બાદ વ્યાજની રકમ સભ્યોના ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

તમારા EPF ખાતામાં વ્યાજ જમા થયું કે નહીં? આ રીતે ચેક કરો

  • SMS દ્વારા PF બેલેન્સ ચેક કરો

જો તમારો UAN નંબર અને મોબાઇલ નંબર EPFO સાથે રજિસ્ટર્ડ છે, તો તમારા મોબાઇલના મેસેજ બોક્સમાં EPFOHO UAN ENG લખીને 7738299899 નંબર પર SMS મોકલો. જો તમને બીજી ભાષામાં માહિતી જોઈએ તો ENGની જગ્યાએ સંબંધિત ભાષાનો કોડ લખી શકો છો. ત્યારબાદ તમારા PF ખાતાની માહિતી SMS દ્વારા મળી જશે.

  • ઓનલાઈન PF બેલેન્સ ચેક કરો

તમારા મોબાઇલ અથવા લેપટોપમાં https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login વેબસાઇટ ખોલો. ત્યારબાદ તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. લોગિન થયા પછી ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારો PF નંબર પસંદ કરો અને તમારા ખાતાની સંપૂર્ણ વિગતો તથા બેલેન્સ જોઈ શકો છો.

  • UMANG એપ દ્વારા તપાસ કરો

સૌપ્રથમ UMANG એપ ડાઉનલોડ કરીને લોગિન કરો. ત્યારબાદ All Services વિભાગમાં જઈ EPFO શોધો. પછી Employee Centric Services વિકલ્પ પસંદ કરીને View Passbook પર ક્લિક કરો. તમારો UAN નંબર દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલા OTPની મદદથી લોગિન કરો. ત્યારબાદ તમારું PF બેલેન્સ સ્ક્રીન પર જોવા મળશે.

  • મિસ્ડ કોલ દ્વારા PF બેલેન્સ જાણો

જો તમારો મોબાઇલ નંબર EPFOમાં રજિસ્ટર્ડ છે, તો 9966044425 નંબર પર મિસ્ડ કોલ કરો. બે રિંગ બાદ કોલ આપમેળે કટ થઈ જશે અને થોડા સમયમાં તમારા મોબાઇલ પર SMS દ્વારા PF બેલેન્સની સંપૂર્ણ માહિતી મળી જશે.

આ પણ વાંચો : આ અઠવાડિયે 5 મોટી ભરતી માટે અરજીની છેલ્લી તક, GSSSBથી SBI PO સુધી ફોર્મ ભરવાની ડેડલાઇન નજીક

EPFOની નવી ટેક્નોલોજી અને ઝડપી પ્રક્રિયાના કારણે હવે કરોડો સભ્યોને તેમના PF વ્યાજની રકમ સમયસર મળવાની આશા છે. જો તમે પણ EPFOના સભ્ય છો, તો ઉપર જણાવેલી કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા ખાતામાં વ્યાજ જમા થયું છે કે નહીં તેની સરળતાથી તપાસ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Interest Update PF Interest 2025 EPF Balance Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ