બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / શ્રીકૃષ્ણના શરણમાં પહોંચી અભિનેત્રી સ્નેહા વાઘ, 2 વાર લગ્ન ટૂટ્યા પછીં આધ્યાત્મ અપનાવ્યું, બોલી- માણસોની જરૂરત નથી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / શ્રીકૃષ્ણના શરણમાં પહોંચી અભિનેત્રી સ્નેહા વાઘ, 2 વાર લગ્ન ટૂટ્યા પછીં આધ્યાત્મ અપનાવ્યું, બોલી- માણસોની જરૂરત નથી

Last Updated: 10:03 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'જ્યોતિ' અને 'વીરા' જેવા લોકપ્રિય ટીવી શો દ્વારા જાણીતી બનેલી અભિનેત્રી સ્નેહા વાઘે (Sneha Wagh) બે નિષ્ફળ લગ્નો અને જીવનમાં આવેલા અનેક ઉતાર-ચઢાવ બાદ હવે અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો છે.

1/5

photoStories-logo

1. શ્રીકૃષ્ણના શરણમાં પહોંચી અભિનેત્રી સ્નેહા વાઘ, 2 વાર લગ્ન ટૂટ્યા પછીં આધ્યાત્મ અપનાવ્યું, બોલી- માણસોની જરૂરત નથી

'નીરજા એક નવી પહેચાન', 'જ્યોતિ' અને 'એક વીર કી અરદાસ વીરા' જેવા ચર્ચિત સિરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સ્નેહા વાઘ હવે ગ્લેમરની દુનિયાથી પર થઈને શ્રી કૃષ્ણની ભક્તિ અને અધ્યાત્મના માર્ગે ચાલી નીકળી છે. અંગત જીવનમાં અનેક કડવા અનુભવો અને બે લગ્નો તૂટ્યા બાદ સ્નેહા હવે મુંબઈના બદલે મથુરાના છટીકારા અને વૃંદાવનમાં પોતાનો મોટાભાગનો સમય વિતાવી રહી છે. હાલમાં સ્નેહા વાઘ ટીવી શો 'મહાદેવ એન્ડ સન્સ' માં જોવા મળી રહી છે. આ શોના પ્રોમોશન માટે લખનઉ પહોંચેલી સ્નેહાએ ઈટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે શ્રી કૃષ્ણની શરણે આવવાથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અધ્યાત્મનો માર્ગ

સ્નેહાએ જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે મને કોઈના પર ભરોસો નહોતો રહ્યો. મને લાગતું હતું કે દરેક વ્યક્તિ સ્વાર્થી છે. આ માનસિક તણાવ વચ્ચે મેં અધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો. વૃંદાવન જવાનો અનુભવ શેર કરતા તેણે કહ્યું કે, જ્યારે તેને પહેલીવાર વૃંદાવનના એક મંદિરથી બોલાવુ આવ્યું ત્યારે તેને છેતરપિંડી લાગી હતી. પરંતુ ત્યાં પહોંચ્યાના 3 દિવસમાં જ તેનું જીવન બદલાઈ ગયું. તેને લાગ્યું કે તે હવે મુંબઈમાં રહેવા લાયક નથી. ત્યાં રહેવાથી અને ભગવાન કૃષ્ણ સાથે જોડાવાથી તેને એવો નિઃસ્વાર્થ અને શરત વગરનો પ્રેમ મળ્યો જેની તેને લાંબા સમયથી તલાશ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 'માણસો સાથે સંબંધની જરૂર નથી'

પોતાના સંબંધો અંગે સ્નેહાએ સ્પષ્ટ કહ્યું કે, મને હવે કોઈ માણસ સાથે સંબંધ રાખવાની જરૂર લાગતી નથી. ભગવાન કૃષ્ણે મારા હૃદયની દરેક ખાલીપો ભરી દીધો છે. હું અત્યારે ખૂબ જ સંતુષ્ટ સ્થિતિમાં છું અને આમાંથી બહાર નીકળવા માંગતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બે તૂટેલા લગ્નોનો દર્દનાક ભૂતકાળ

સ્નેહા વાઘનું પર્સનલ લાઈફ ખૂબ જ દુઃખદ રહ્યું છે. તેણે 19 વર્ષની નાની વયે અભિનેતા આવિષ્કાર દર્વેકર સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ ઘરગથ્થુ હિંસા (Domestic Violence) ને કારણે તેમનો છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ 2015 માં તેણે ઈન્ટિરિયર ડિઝાઈનર અનુરાગ સોલંકી સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ 2016 માં માનસિક ત્રાસ અને શારીરિક શોષણના આરોપો સાથે આ સંબંધ પણ અંત પામ્યો. ત્રીજા લગ્ન વિશે પૂછતાં તેણે કહ્યું કે તેણે લગ્નના દરવાજા સંપૂર્ણપણે બંધ નથી કર્યા, પરંતુ અત્યારે તેનું ધ્યાન તે તરફ નથી. જ્યારે તમારું ધ્યાન કોઈ વસ્તુ પર નથી હોતું ત્યારે જ તમે જીવનમાં આગળ વધી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અભિનેત્રીની કરિયર સફર

13 વર્ષની ઉંમરે થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સ્નેહા વાઘે મરાઠી સિરિયલ 'અધુરી એક કહાની' થી ટીવી પર્દા પર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે 'જ્યોતિ', 'એક વીર કી અરદાસ વીરા', 'ચંદ્રગુપ્ત મૌર્ય', 'મેરે સાઈ' અને 'ના ઉમ્ર કી સીમા હો' જેવા સુપરહિટ હિન્દી શોઝમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TelevisionNews SnehaWagh Veera
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ