બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / અમેરિકામાં ગુજરાતીની હત્યા, દીકરી સામે પિતાને મારી દેવાઈ ગોળી, અઠવાડિયા પહેલા સ્ટોર શરુ કર્યો હતો

ટ્રેજિક / અમેરિકામાં ગુજરાતીની હત્યા, દીકરી સામે પિતાને મારી દેવાઈ ગોળી, અઠવાડિયા પહેલા સ્ટોર શરુ કર્યો હતો

Published By: Hiralal Parmar

Last Updated: 10:35 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૂળ મહેસાણાના સુરેશ પટેલની તેમના જ સ્ટોરમાં ગોળી મારી દેવાઈ હતી.

અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં મૂળ મહેસાણાના સુરેશ પટેલની તેમના જ સ્ટોર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. બુકાનીધારી લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો, ન રોકતાં સુરેશે પટેલે તેમને લૂંટ કરવા દીધી હતી પરંતુ જતી વખતે તેણે તેમની પર ગોળીઓ વરસાવી હતી અને પોતાની દીકરી સામે જ સુરેશ પટેલે દમ તોડ્યો હતો.

સાત દિવસ પહેલા તો સ્ટોર શરુ કર્યો

સુરેશ પટેલે હજી સાત દિવસ પહેલા જ સ્ટોર શરુ કર્યો હતો અને સાત દિવસમાં તો તેમની હત્યા કરી દેવાઈ. આ ઘટના બાદ તેમના ગામમાં શોક વ્યાપ્યો છે.

બુકાનીધારી લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો. સુરેશ પટેલે પ્રતિકાર કરવાના બદલે લૂંટ કરવા દીધી. પરંતુ, લૂંટારુએ પરત જતી સમયે ગોળીઓ વરસાવતા સુરેશ પટેલનું દીકરીની નજર સામે જ મોત નિપજ્યું.

લૂંટ કરવા દીધી છતાંય ધરબી ગોળીઓ

મહેસાણાના આખજ ગામમાં શોક

સુરેશ પટેલની હત્યાના કારણે તેમના વતન મહેસાણાના આખજ ગામમાં શોકનો માહોલ છવાયો છે. સુરેશ પટેલ 30 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

US news usa news suresh patel murder

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ