બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / PSI રિવોલ્વર સાફ કરતા હતા, અચાનક છૂટી ગોળી, કેરબા સાથે ટકરાઈને લારીવાળાના શરીરની આરપાર નીકળી

સુરત / PSI રિવોલ્વર સાફ કરતા હતા, અચાનક છૂટી ગોળી, કેરબા સાથે ટકરાઈને લારીવાળાના શરીરની આરપાર નીકળી

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 09:20 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પીએસઆઈની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીએ એક લારીવાળો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સુરતના કાપોદ્રાના PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન ભૂલથી ગોળી છૂટી જતાં તે પાણીના કેરબા સાથે અથડાઈને નજીક ઊભેલા લારીચાલકને વાગી હતી ગોળી તેના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હતી. આ ઘટના બાદ ભારે અફરાતફરી સર્જાઈ હતી.

PSI ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈને દોડ્યાં

ઘટના બનતાં જ PSI મકવાણાએ ક્ષણની પણ રાહ જોયા વગર લોહીલુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્ત લારીચાલકને પોતાના વાહનમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો : સુરતમાં મહિને 15 હજાર કમાનારને મળી 975 કરોડની ટેક્સ નોટીસ, કંપનીમાં અજમેરના દરજીને ડિરેક્ટર બનાવાયો

નાના વરાછા પોલીસ ચોકીમાં બની ઘટના

PSI મકવાણા નાના વરાછા પોલીસ ચોકીમાં પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા તે દરમિયાન ભૂલથી ગોળી છૂટી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Surat Accident News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ