બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરના સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં વિજાપુરના બે યુવકો ડૂબ્યા! પોલીસ બંદોબસ્ત માત્ર નામ પૂરતો

દુઃખદ / ઈડરના સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં વિજાપુરના બે યુવકો ડૂબ્યા! પોલીસ બંદોબસ્ત માત્ર નામ પૂરતો

Published By: Vishal Khamar
Reported By: Sandip Patel

Last Updated: 01:39 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં વિજાપુર તાલુકાના બે યુવકો ડૂબ્યા. ફાયર ટીમે શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા.

શ્રાવણ માસ દરમિયાન ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે સાબરમતી નદીમાં બે યુવકો ડૂબી જતાં મોત નીપજ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકો વિજાપુર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.

બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા

મળતી માહિતી અનુસાર, સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારમાં બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં હિંમતનગર, ઈડર અને વિજાપુરની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બંનેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા

શ્રાવણ માસમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટતા હોય છે. તેમ છતાં નદીના જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રતિબંધ હોવા છતાં લોકો જતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

અગાઉ પણ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની ચૂકી

સ્થાનિકોમાં ચર્ચા છે કે સાબરમતી નદીના આ વિસ્તારમાં અગાઉ પણ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં જોખમી વિસ્તારોમાં લોકોના પ્રવેશને રોકવા માટે પૂરતી દેખરેખ અને કડક વ્યવસ્થા ન હોવાના કારણે ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ છે.

આ પણ વાંચોઃ દશામાંની મૂર્તિઓના વિસર્જનની અવ્યવસ્થા! ડફનાડા પાસે 2500થી વધુ મૂર્તિઓ, માત્ર 2 કુંડથી ભક્તોમાં રોષ

મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી

બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ અને ઘટનાની વધુ વિગતો અંગે તપાસ ચાલુ છે. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sapteshwar Mahadev Temple Idar news Sabarmati River

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ