બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / રક્ષાબંધન પર ભાઈને ક્યારે ખવડાવવી મીઠાઈ, ક્યારે બનાવવા પકવાન? ગ્રહણ-સૂતક વચ્ચે જાણો સાચો સમય
6 ફોટો ગેલેરી
Last Updated: 04:10 PM, 23 August 2026
1/6
ભાઈ-બહેનના અતુટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પર્વ 28 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં થાય. આ કારણોસર ગ્રહણ સાથે જોડાયેલા સુતક કાળ કે અન્ય ધાર્મિક નિયમો ભારતમાં માન્ય રહેશે નહીં. જેથી બહેનો કોઈપણ વિઘ્ન વગર શુભ મુહૂર્તમાં આ તહેવાર ઉજવી શકશે.
2/6
હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9:09 વાગ્યે થઈ રહી છે. જ્યારે આ તિથિનું સમાપન 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.
3/6
રક્ષાબંધન પર લાગનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સુતક કાળ લાગુ પડશે નહીં. તેથી સુતક કાળની ચિંતા કર્યા વિના રક્ષાબંધનની ઉજવણી કરી શકાશે. 28 ઓગસ્ટે રાખડી બાંધવા અને મીઠાઈ ખવડાવવા માટેનો શ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે 05:58 વાગ્યાથી સવારે 09:48 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન બહેનો ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેમને મીઠાઈ ખવડાવી શકે છે.
4/6
સામાન્ય રીતે ચંદ્રગ્રહણનો સુતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી કોઈ સુતક કાળ માન્ય નથી. આથી બહેનો પોતાની સુવિધા અને પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે અથવા તેના એક દિવસ પહેલા ઘરમાં વિશેષ વાનગીઓ બનાવી શકે છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ