બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીના શામળાજીમાં પતિએ કુહાડી મારીને પત્નીની હત્યા કરી, લાશની બાજુમાં બેસી રહ્યો
Last Updated: 03:57 PM, 23 August 2026
અરવલ્લીના શામળાજી તાલુકાના શામળપુર ગામમાં ઘરકંકાસમાં પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી દેતાં તેણીનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
ADVERTISEMENT
કુહાડી વડે કરી પત્નીની હત્યા
શામળપુર ગામે રહેતા પ્રભુદાસ વિરજી ગામેતી અને તેમની પત્ની કૈલાશબેન વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન પ્રભુદાસે ઉશ્કેરાઈ જઈ ઘરમાં પડેલી કુહાડી વડે પત્નીના માથામાં ઘા ઝીંકી દીધો હતો.
ADVERTISEMENT
આરોપી લાશની બાજુમાં બેસી રહ્યો
ગંભીર રીતે ઘવાયેલી કૈલાશબેન જીવ બચાવવા ઘર બહાર દોડી હતી, પરંતુ ઘર નજીક ખુલ્લી જગ્યામાં ઢળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી પતિ મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો હતો. દરમિયાન મૃતકના પુત્રને ઘટનાની જાણ થતાં તે ઘરે દોડી આવ્યો હતો. પુત્ર સહિત આસપાસના લોકો એકત્ર થતાં આરોપી પ્રભુદાસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
પુત્રે જાણ કરતા પોલીસ દોડી આવી
પુત્ર દ્વારા ઘટનાની જાણ શામળાજી પોલીસને કરવામાં આવતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને મૃતકના પુત્ર દીપક પ્રભુદાસ ગામેતીની ફરિયાદના આધારે તેના પિતા પ્રભુદાસ વિરજી ગામેતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ અલગ અલગ ટીમો બનાવીને પોલીસે ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.