બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'' ફેમ મોહસિને કરી લીધી સગાઈ, શેર કરી પત્ની સાથેની એક ઝલક
5 ફોટો ગેલેરી
Last Updated: 01:03 PM, 23 August 2026
1/5
2/5
મોહસિન ખાને એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે, તે જે વ્યક્તિને પ્રેમ કરે છે તેની સાથે જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે. તેની મંગેતરનું નામ તમન્ના છે, જેને તેણે ઇન્સ્ટાગ્રામ પર ટેગ પણ કરી છે. તેની પાર્ટનર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેણે પહેરેલી ડાયમંડ રિંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
3/5
આ વીંટીમાં ઓવલ શેપ ડાયમંડ જડેલો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યુ. તસવીરોમાં તેની મંગેતર પોતાની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જ્યારે મોહસિન તેની સામે જોઈને સ્માઇલ કરી રહ્યો હતો. આ ખાસ પ્રસંગ માટે અભિનેતાએ કાળા રંગનું ટક્સીડો પહેર્યું હતું, જેની સાથે સફેદ શર્ટ, લાલ ટાઈ અને તેના રંગને અનુરૂપ લાલ પોકેટ સ્ક્વેરનો સાથે સ્ટાઇલ કરી હતી.
4/5
તમન્નાએ ફ્લોર ટચ લાલ ગાઉન પહેર્યો હતો, જેના ઉપરના ભાગે સિક્વિનનું કામ કરેલું હતું. તેણે ખૂબ જ મિનિમલ જ્વેલરી અને સિંપલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, "હે અલ્લાહ, આ ક્રેઝી, સુંદર, કોમ્ફિડન્ટ અને સેન્સેટિવ છોકરી જે હંમેશાં હસતી અને મજાક-મસ્તી કરતી હોય, આશાઓ રાખતી અને પ્રાર્થના કરતી હોય, તથા હંમેશાં નાચતી અને ગાતી રહેતી હોય તે મારા નસીબમાં લખાયેલી હતી."
5/5
તેઓ આગળ લખે છે: "જ્યારે આપણે પહેલી વાર એકબીજાને જોયા, જ્યારે મેં પહેલી વાર તમારો હાથ પકડ્યો, જ્યારે તમે પહેલી વાર ગાયું કે 'હમ તો ભાઇ જેસે હે વેસે રહેંગે' ત્યારે મને સમજાયું કે મારા અંતરમાં ક્યાંક શાંતિ સ્થપાઈ ગઈ છે. મને મારો જીવનસાથી મળી ગયો છે. પ્રેમની ચોક્કસ વ્યાખ્યા કદાચ હું ન જાણતો હોઉં, પણ મારા હૃદયમાંથી એક જ પ્રાર્થના નીકળે છે કે તેની આંખો ક્યારેય આંસુથી ન ભરાય અને તે હંમેશાં હસતી રહે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ