ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિવરફ્રન્ટથી એરપોર્ટ પહોંચવું બનશે સરળ, 3 વર્ષથી અટકેલા ટનલ પ્રોજેક્ટને મળી મંજૂરી

અમદાવાદ / રિવરફ્રન્ટથી એરપોર્ટ પહોંચવું બનશે સરળ, 3 વર્ષથી અટકેલા ટનલ પ્રોજેક્ટને મળી મંજૂરી

Published By: Vishal Khamar

Last Updated: 04:17 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટને જોડતી પ્રસ્તાવિત ટનલના માર્ગમાં ત્રણ વર્ષથી રહેલો મોટો અવરોધ હવે દૂર થયો છે.

ADVERTISEMENT

એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટને જોડતી પ્રસ્તાવિત ટનલના માર્ગમાં ત્રણ વર્ષથી રહેલો મોટો અવરોધ હવે દૂર થયો છે. આર્મી કેન્ટોન્મેન્ટની ફાયરિંગ રેન્જ નીચેથી પસાર થનારી આ ટનલ માટે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (યુડીડી)એ હાંસોલની ટીપી સ્કીમ નં. ૬૭ના એલાઇન્મેન્ટને પ્રાથમિક મંજૂરી આપી છે. આ મંજૂરીથી ધ ઉમ્મેદ હોટલ નજીક ૨૪ મીટર પહોળા એપ્રોચ રોડ માટેનો માર્ગ જળવાઈ રહ્યો છે. જોકે, ટનલના અંતિમ બાંધકામ માટે આર્મીની એનઓસી સહિતની કેટલીક મંજૂરી હજુ જરૂરી છે.

ટનલનો પ્રસ્તાવ ત્રણ વર્ષથી અટવાયેલો હતો કારણ કે આર્મીએ ફાયરિંગ રેન્જ નીચેથી પસાર થતા માર્ગ માટે એનઓસી આપી નહોતી. ટીપી સ્કીમને મળેલી પ્રાથમિક મંજૂરી બાદ એએમસી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL) ડિઝાઇન ફાઇનલાઇઝેશન, ટેક્નિકલ અભ્યાસ અને બાકી મંજૂરીઓ માટેની પ્રક્રિયા આગળ વધારી શકશે. બાંધકામનો સમયગાળો આર્મીની એનઓસી, ટેક્નિકલ ક્લિયરન્સ, ફંડિંગ અને

અમલીકરણ એજન્સીની નિમણૂક પર નિર્ભર રહેશે.

યોજના મુજબ ટનલ અમદાવાદ એરપોર્ટ પરિસરમાં સરદાર પટેલની પ્રતિમા નજીકથી શરૂ થશે, એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ ફાઇવ-સ્ટાર હોટલની બાજુના માર્ગ સાથે જોડાશે. ત્યાર બાદ તે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે વિકસાવવામાં આવી રહેલા ૨૪ મીટરના રોડ સાથે જોડાશે. આ પ્રોજેક્ટનો હેતુ એરપોર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકના સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ વચ્ચે ઝડપી અને સીધું જોડાણ ઊભું કરવાનો છે.

૭૦થી ૮૦ હજાર ચો.મી. આર્મીની જમીન લીઝ પર

પ્રોજેક્ટ માટે SRFDCLએ આર્મી કેન્ટોનમેન્ટની આશરે ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ ચો.મી. જમીન કોઈ નાણાકીય ચૂકવણી વિના લીઝ પર મેળવી હતી. તેના બદલામાં આર્મીના જવાનો માટે ભૂજ અને ધ્રાંગધ્રામાં રહેણાક ક્વાર્ટર્સ બનાવવાની સંમતિ થઈ હતી. ભૂજમાં ક્વાર્ટર્સનું કામ રૂ. ૨૪.૩ કરોડ, જ્યારે ધ્રાંગધ્રાનું કામ રૂ. ૧૫.૯ કરોડના ખર્ચે હાથ ધરાયું હતું. આ બંને પ્રોજેક્ટ SRFDCLના રિવરફ્રન્ટ વિસ્તાર બહારના પ્રથમ બાંધકામ પ્રોજેક્ટ છે.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે પણ મહત્ત્વપૂર્ણ

અમદાવાદને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે અને ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે ભારતની સંભવિત દાવેદારીમાં પણ અમદાવાદ મહત્ત્વનું કેન્દ્ર છે. આથી એરપોર્ટ–રિવરફ્રન્ટ–સ્પોર્ટ્સ એન્ક્લેવ વચ્ચેનું ઝડપી જોડાણ શહેરના ભવિષ્યના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદની પોલીસમાં દોડધામ, બુટલેગરને ‘માહોલ ગરમ છે’ના ફોન રણક્યા

એરપોર્ટ–સ્પોર્ટ્સ એન્ક્લેવ વચ્ચે ૫.૮ કિ.મી.નો રોડ

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨ના આશરે રૂ. ૮૫૦ કરોડના પ્રોજેક્ટ હેઠળ એરપોર્ટથી સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી સીધું જોડાણ વિકસાવાઈ રહ્યું છે. SRFDCL પૂર્વ કાંઠે નદીની સમાંતર ૫.૮ કિ.મી.નો રોડ બનાવી રહ્યું છે. પશ્ચિમ કાંઠે મોટેરા સ્ટેડિયમ સંકુલ પાછળથી પસાર થતો અલગ ૩૦ મીટર પહોળો રોડ પણ વિકસાવવામાં આવી રહ્યો છે. ફેઝ-૨માં રિવરફ્રન્ટનો વિસ્તાર સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airport riverfront connectivity Ahmedabad tunnel project TP Scheme 67

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ