બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિજલપોર ફાટક પાસે કિન્નર યુવાન પર હુમલો, જાહેરમાં વાળ કાપ્યાનો વીડિયો વાયરલ

નવસારી / વિજલપોર ફાટક પાસે કિન્નર યુવાન પર હુમલો, જાહેરમાં વાળ કાપ્યાનો વીડિયો વાયરલ

Published By: Vishal Khamar
Reported By: Rajesh Solanki

Last Updated: 09:06 AM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં કિન્નરોના ટોળાએ એક યુવાન કિન્નરને તાલીબાની સજા આપ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ લાખો રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નવસારીના વિજલપોર ફાટક પાસે 21 ઓગસ્ટના રોજ કથિત ગેરકાયદે નાણાંની ઉઘરાણીના મુદ્દે કિન્નરોના એક જૂથે યુવાન કિન્નર પર હુમલો કરી જાહેરમાં તેના વાળ કાપી નાખ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

અખાડા અને ગુરુના નામે ગેરકાયદે ઉઘરાણીનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, અખાડા સાથે જોડાયેલા એક યુવાન કિન્નર આંતરિક મનદુઃખના કારણે જૂથથી અલગ થયો હતો. ત્યારબાદ તેણે અખાડા અને ગુરુના નામનો કથિત રીતે ખોટો ઉપયોગ કરીને વેપારીઓ તથા નાગરિકો પાસેથી નાણાંની ઉઘરાણી કરી હોવાના આક્ષેપો થયા હતા. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો હતો અને મામલો ઉગ્ર બન્યો હોવાનું જાણવા મળે છે.

જાહેરમાં ઘૂંટણ પર બેસાડી વાળ કાપ્યા

વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક કિન્નરો એક યુવાન કિન્નરને જાહેર રસ્તા પર ઘૂંટણ પર બેસાડતા અને તેના વાળ પકડી રાખતા જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ યુવાન પાસેથી ₹5 લાખની ઉઘરાણી તેમજ ₹10 લાખના દાવા પેટે નાણાં લેવાના હોવાનો દાવો કરતો સંભળાય છે.

વિવાદ દરમિયાન યુવાનને માર મારવામાં આવ્યો હોવાના દૃશ્યો પણ વીડિયોમાં જોવા મળે છે. ત્યારબાદ કથિત સજા તરીકે કાતર વડે જાહેરમાં તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદ અંગે પીઆઈનું નિવેદન

વિજલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ સચિન પવારે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદને લઈને હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. કોઈ પક્ષકાર ફરિયાદ લઈને પોલીસ સમક્ષ આવશે તો ફરિયાદ નોંધાવી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શ્રાવણ માસે ભાદ્રોડમાં ભક્તિનો ઉમંગ: ભદ્રેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજીનો દિવ્ય શણગાર કરાયો

વીડિયો વાયરલ થતાં નાગરિકોમાં રોષ

ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જાહેરમાં મારામારી અને વાળ કાપવાની ઘટના સામે આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી મામલે કાયદેસરની કાર્યવાહી આગળ વધી નથી. ફરિયાદ નોંધાયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari kinnar news kinnar youth attacked Vijalpor railway crossing

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ