બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત: બીજી ટેસ્ટમાં વરસાદ વિલન બનશે?

IND vs SL / શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત: બીજી ટેસ્ટમાં વરસાદ વિલન બનશે?

Published By: Pravin Joshi

Last Updated: 10:43 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને શ્રીલંકા વચ્ચે 23 ઓગસ્ટથી કોલંબો ખાતે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. જોકે, બીજી ટેસ્ટ પહેલાં કોલંબોમાં વરસાદની આગાહીને કારણે ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 23 August થી કોલંબોના SSC મેદાન પર બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. ગાલ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં 165 રને વિજય મેળવીને ભારતીય ટીમે શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને શ્રેણી 2-0 થી પોતાના નામે કરવા પર અને શ્રીલંકાને તેના જ ઘરમાં ક્લીન સ્વીપ કરવા પર છે. જોકે, આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા હવામાને ટીમ ઈન્ડિયા માટે ચિંતા ઊભી કરી છે.

didha - 2026-08-22T223913.080

કોલંબોમાં પાંચેય દિવસ કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગ અને AccuWeather ની આગાહી મુજબ, 23 August થી 27 August દરમિયાન કોલંબોમાં પાંચેય દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આખી મેચ ધોવાઈ જાય તેવી શક્યતા ઓછી છે, પરંતુ સતત રોકાઈ-રોકાઈને પડતો વરસાદ રમતમાં ખલલ પહોંચાડી શકે છે. વરસાદના કારણે ઓવરો ઘટી શકે છે, જે મેચના પરિણામ પર મોટી અસર પાડી શકે છે.

પ્રથમ ટેસ્ટમાં પણ વરસાદે મુશ્કેલી ઊભી કરી હતી

પહેલી ટેસ્ટ દરમિયાન પણ ગાલમાં વરસાદે વારંવાર રમત અટકાવી હતી. બીજા દિવસે ચાર કલાકથી વધુ સમય રમત મોડી શરૂ થઈ હતી અને પ્રથમ દિવસે પણ પૂરી 90 ઓવર રમાઈ શકી નહોતી. છતાં, ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા માનવ સુતારે શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાની બીજી ઈનિંગને 206 રનમાં સમેટી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

didha - 2026-08-22T223935.144

ભારત માટે આ ટેસ્ટ મેચ કેમ મહત્વપૂર્ણ છે?

ભારત પાસે શ્રીલંકાને તેના જ દેશમાં ટેસ્ટ સિરીઝમાં 2-0 થી વ્હાઈટવોશ કરવાની ગોલ્ડન તક છે. WTC ના ફાઇનલની રેસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ભારત માટે આ જીત અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન

આ સિરીઝ પૂરી થયા બાદ ભારતે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ અને ત્યારબાદ હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ સંજોગોમાં શ્રીલંકા સામે શ્રેણી જીતવી ભારતની આગળની રાહ આસાન બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia INDvsSL ColomboTest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ