બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:57 PM, 22 August 2026
શ્રાવણ મહિનાના તહેવારો, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોની શરૂઆત થાય તે પહેલાં જ સામાન્ય લોકો માટે ખાંડની મીઠાશ માંથી બની રહી છે. દેશમાં ખાંડના ઉત્પાદન અને ઉપલબ્ધ સ્ટોકમાં ઘટાડો થતાં છૂટક બજારના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ૨૧ જુલાઈએ ખાંડનો સરેરાશ છૂટક ભાવ કિલોદીઠ રૂ. ૪૫ હતો, જે ૩૧ જુલાઈએ રૂ. ૫૦ અને ૨૧ ઓગસ્ટે વધીને રૂ. ૬૫ પર પહોંચી ગયો છે એટલે કે માત્ર એક મહિનામાં કિલોએ રૂ. ૨૦નો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
ખાંડના વધતા ભાવ પાછળ સૌથી મોટું કારણ ઉત્પાદન અને શરૂઆતના સ્ટોકમાં ઘટાડો હોવાનું સામે આવ્યું છે. ૨૦૨૫-૨૬ની સિઝનની શરૂઆતમાં દેશમાં આશરે ૫૦ લાખ ટન ખાંડનો સ્ટોક હતો. વર્તમાન અંદાજ મુજબ સિઝનના અંતે ક્લોઝિંગ સ્ટોક આશરે ૪૧.૦૩ લાખ ટન રહેવાની શક્યતા છે. આ ૨૦૧૬-૧૭ બાદના સૌથી નીચા સ્તરોમાંથી એક છે.
ઇન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના અગાઉના અંદાજમાં ૨૦૨૫-૨૬ માટે કુલ ખાંડ ઉત્પાદન આશરે ૩૪૩.૫ લાખ ટન રહેવાની ધારણા હતી, પરંતુ તાજા ઉદ્યોગ અંદાજમાં ગ્રોસ ઉત્પાદન લગભગ ૩૦૯ લાખ ટન અને ઇથેનોલ માટે ૩૦ લાખ ટનના ડાઈવર્ઝન બાદ નેટ ઉત્પાદન ૨૭૯ લાખ ટન રહેવાનો અંદાજ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન
ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થયું હતું. પાણી ભરાઈ જવાથી શેરડીની વૃદ્ધિ અને શેરડીમાં સુક્રોઝના સંચય બંને પર અસર પડી હતી. તેના કારણે મિલોમાં ખાંડની રિકવરી પણ ઘટી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.