બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્નીને પાછી મેળવવા નરબલિનો આરોપ! જમવાના બહાને બોલાવી યુવકને પતાવી દીધો, 5 આરોપી ઝડપાયા

નેશનલ / પત્નીને પાછી મેળવવા નરબલિનો આરોપ! જમવાના બહાને બોલાવી યુવકને પતાવી દીધો, 5 આરોપી ઝડપાયા

Published By: Jinal Chauhan

Last Updated: 08:45 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના બોલાંગીર જિલ્લામાં એક યુવકની હત્યા અને તેનું માથું ધડથી અલગ કરી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

ઓડિશાના બોલાંગીર જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 40 વર્ષીય યુવકને જમવાના બહાને બોલાવી તેની હત્યા કરી માથું ધડથી અલગ કરી દેવાયું. પોલીસને આશંકા છે કે આ હત્યા અંધશ્રદ્ધા અને કથિત તંત્ર-મંત્ર સાથે જોડાયેલી છે. પત્નીને પાછી મેળવવા માટે નરબલિ આપવામાં આવી હોવાના આરોપમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર 40 વર્ષીય સંતોષ ખારસેલને 18 ઓગસ્ટે જમવાના બહાને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરી લાશને ગામની બહાર આવેલા તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. જ્યારે તેનું કપાયેલું માથું આરોપીના ઘરના પૂજા રૂમમાં છુપાવવામાં આવ્યું હતું. પોલીસને શંકા છે કે આ સમગ્ર હત્યા અંધશ્રદ્ધા અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે.

જમવાના બહાને બોલાવ્યો અને હત્યા કરી

બોલાંગીર જિલ્લાના દેવગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બગડા ગામમાં આ ઘટના બની હતી. મૃતક સંતોષ ખારસેલ તુસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના તેબદામુંડા ગામનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોપી શત્રુઘ્ન સાહુએ 18 ઓગસ્ટે સંતોષને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો હતો. સંતોષ ઊંઘી ગયા બાદ સાહુ અને તેના કેટલાક સાથીઓએ તેના પર હુમલો કર્યો હોવાની પોલીસને શંકા છે. ત્યારબાદ તેની હત્યા કરીને માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

murder-plate

લાશ તળાવમાં ફેંકી માથું પૂજા રૂમમાં છુપાવ્યું

હત્યા બાદ આરોપીઓ સંતોષની લાશને ગામની બહાર લઈ ગયા હતા અને તેને એક તળાવમાં ફેંકી દીધી હતી. બીજી તરફ સંતોષનું કપાયેલું માથું આરોપી શત્રુઘ્ન સાહુના ઘરના પૂજા રૂમમાં છુપાવવામાં આવ્યું હતું. ગુરુવારે સ્થાનિક લોકોને તળાવ પાસે માથા વગરની લાશ જોવા મળી હતી. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા દેવગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ પહોંચી ત્યારે આરોપી મેડિટેશન કરી રહ્યો હતો

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સંતોષને છેલ્લે શત્રુઘ્ન સાહુ સાથે જોવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસની ટીમ સાહુના ઘરે પહોંચી ત્યારે તે કથિત રીતે ઘરની અંદર મેડિટેશન કરી રહ્યો હતો. શરૂઆતની પૂછપરછમાં તેણે દારૂ પીવાની બાબતે થયેલા વિવાદ બાદ સંતોષની હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે વધુ પૂછપરછ દરમિયાન તેણે સંતોષનું કપાયેલું માથું પૂજા રૂમમાં છુપાવ્યું હોવાની કબૂલાત કરી હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ આરોપીએ પોલીસને માથું છુપાવેલી જગ્યા બતાવી હતી.

ખોદકામ બાદ માથું અને હથિયાર મળ્યું

પોલીસે આરોપી દ્વારા બતાવવામાં આવેલી જગ્યાએ ખોદકામ કર્યું હતું. ત્યાંથી સંતોષનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીવાળું ધારદાર હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. પોલીસે મુખ્ય આરોપી શત્રુઘ્ન સાહુ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. સાહુની માતા, ભાઈ અને ભાભીને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ જંતર-મંતર પર ફરી માહોલ ગરમાયો, UGC મુદ્દે વિરોધ, RAFએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી

પત્નીને પાછી મેળવવા નરબલિ આપી હોવાનો આરોપ

પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ અંધશ્રદ્ધા અને કથિત તંત્ર-મંત્રની ભૂમિકા હોઈ શકે છે. પૂછપરછ દરમિયાન શત્રુઘ્ન સાહુએ પોતાની અલગ રહેતી પત્નીને પાછી મેળવવાની આશામાં આ કથિત બલિ આપી હોવાનો ખુલાસો કર્યો હોવાનું પોલીસનું કહેવું છે. તપાસ મુજબ તેની પત્ની છેલ્લા લગભગ 10 વર્ષથી પોતાના પુત્ર અને પુત્રી સાથે તેનાથી અલગ રહે છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સાહુએ આ કથિત તંત્ર-મંત્રની યોજના એકલા બનાવી હતી કે અન્ય કોઈ વ્યક્તિએ તેને મદદ કરી હતી. બોલાંગીર એસપી જી. અભિલાષના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો હોવાનો દાવો છે અને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bolangir Crime Odisha Murder Human Sacrifice

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ