બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:29 AM, 22 August 2026
દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે UGC ના ઇક્વિટી નિયમો અને હાલની જાતિ આધારિત અનામત વ્યવસ્થા વિરુદ્ધ એકઠા થયેલા પ્રદર્શનકારીઓને શુક્રવારે સાંજે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સ્થળ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા લોકોને બસોમાં ભરીને વિસ્તારમાંથી ખસેડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Delhi: Delhi Police, along with the Rapid Action Force, detain protesters gathered at Jantar Mantar.
— ANI (@ANI) August 21, 2026
A large number of people have gathered here to protest against caste-based reservation.
Protestors say, "We were holding a peaceful protest over UGC and SC-ST..." pic.twitter.com/AQHDpNANEr
ADVERTISEMENT
સ્થળ પર એકત્રિત થયેલા લોકો હાલની જાતિ આધારિત અનામત નીતિની સમીક્ષા કરવાની અને સરકારી યોજનાઓમાં આર્થિક આધારને પ્રાધાન્ય આપવાની માંગ કરી રહ્યા હતા. તેઓ UGC તથા SC-ST સંબંધિત જોગવાઈઓ અંગે સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા માંગતા હતા. પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આર્થિક રીતે નબળા લોકોને મળતી મદદના વિરોધમાં નથી, પરંતુ શિષ્યવૃત્તિ, ફી માફી અને કોચિંગ જેવી સુવિધાઓ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે જ મળવી જોઈએ. તે ઉપરાંત તેમણે અનામતમાં 'ક્રીમી લેયર' ની વ્યવસ્થા લાગુ કરવાની પણ માંગ કરી હતી.
#WATCH | Delhi: Delhi Police, along with the Rapid Action Force, have arrived at Jantar Mantar, where a large number of people have gathered to protest against caste-based reservation. https://t.co/1VXg2A6PMj pic.twitter.com/TEB3ycHvoE
— ANI (@ANI) August 21, 2026
ADVERTISEMENT
દિલ્હી પોલીસે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે 21 August ના રોજ અનામત સુધારાના મુદ્દે જંતર-મંતર પર કોઈ પ્રોટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સોશિયલ મીડિયા પર પ્રદર્શનની મંજૂરી મળી હોવાના દાવા કરતા વીડિયોને પોલીસે 'ખોટા અને ભ્રામક' ગણાવ્યા હતા. તેમ છતાં શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગતા પોલીસે બેરિકેડિંગ કરીને સુરક્ષા સઘન બનાવી દીધી હતી અને રેપિડ એક્શન ફોર્સ (RAF) સાથે મળીને કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પેલેટ ગન મામલે FIR નોંધાઈ, પીડિતો સાથે 5 કલાકથી ધરણા પર બેઠા હતા રાહુલ ગાંધી
ADVERTISEMENT
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ નિષેધાજ્ઞા લાગુ છે, જે મુજબ 5 કે તેથી વધુ લોકોના એકત્ર થવા, સરઘસ કાઢવા કે સભા યોજવા પર પ્રતિબંધ છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફેક ન્યૂઝ ન ફેલાવવા વિનંતી કરી છે, તેમજ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT