બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ભારત બનશે ‘મોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ’, ₹62,500 કરોડની સ્કીમ મંજૂર, Apple પણ ભારતમાં બનાવશે MacBook અને iPad
Last Updated: 10:24 PM, 21 August 2026
ભારત સરકારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનામાં આઇફોન બનાવતી કંપની એપલ હવે ભારતમાં મેકબુક્સ અને આઇપેડ જેવા ડિવાઈઝ પણ બનાવશે. આથી એપલ ભારતમાં પોતાનું રોકાણ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારશે. જેમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતાં જણાવ્યું કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે. તેમાં ડિઝાઇન અને રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના પાંચ વર્ષ માટે તૈયાર કરવામાં આવી છે અને તે નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલશે.
ADVERTISEMENT
#WATCH | केंद्रीय मंत्री @AshwiniVaishnaw ने मोबाइल फोन मैन्युफैक्चरिंग स्कीम पर मीडिया को संबोधित किया।
— डीडी न्यूज़ (@DDNewsHindi) August 21, 2026
लाइव देखें : https://t.co/wFjy367IR0@MIB_India pic.twitter.com/e3RxG3VSUK
આ યોજના હેઠળ દેશમાં મોબાઇલ ફોન ઉત્પાદનને વેગ મળશે અને ભારતીય મોબાઇલ બ્રાન્ડ્સને મદદ મળશે. ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા યોગ્ય બનાવવા, સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત કરવા અને મજબૂત ભારતીય બ્રાન્ડ્સ તૈયાર કરવા પર ફોકસ કરવામાં આવશે. આ માટે 62,500 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મંત્રીએ જણાવ્યું કે સરકાર ડિઝાઇન ક્ષમતા વધારવા પર ખાસ ભાર મૂકી રહી છે. ખાસ કરીને ભારતીય મોબાઇલ કંપનીઓને મજબૂત બનાવીને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવી બનાવવાનો ટાર્ગેટ છે.
ADVERTISEMENT
Make more in India! 🇮🇳 pic.twitter.com/r5N3P5B8ty
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 21, 2026
એના માટે સરકારે હાલમાં ત્રણ સ્માર્ટફોન કંપનીઓ પસંદ કરી છે, જે આગામી 10 થી 14 મહિનામાં ઉભરી શકે છે. આ કંપનીઓને વિશ્વભરના બજાર સાથે સ્પર્ધા કરી શકે તેવા સારા ફોન ડિઝાઇન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓ જે સેગમેન્ટમાં પ્રવેશ કરવા માંગે છે તે મુજબ ડિઝાઇન બનાવે અને ત્યારબાદ તેમને મદદ મળશે.
ADVERTISEMENT
જેમાં અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે માત્ર ફોન બનાવવા પર જ ધ્યાન નથી. ઘરેલું કંપનીઓ પાસે પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, પ્રોડક્ટ ડિઝાઇન અને મજબૂત ટેકનોલોજી ક્ષમતા હોવી જોઈએ.
ADVERTISEMENT
આ સ્કીમના નોટિફિકેશન મુજબ ભારતીય કંપનીઓનું બ્રાન્ડ સ્થાપિત થવું જોઈએ અને તેમની પાસે પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોવી જોઈએ. જેમાં કંપનીઓની શેરહોલ્ડિંગ અંગે પણ સરકાર સજાગ છે. આ કંપનીઓનું કંટ્રોલ અને મેનેજમેન્ટ ભારતીયોના હાથમાં રહેશે. આ સાથે જ ભારતીય મૂળના નાગરિકો પાસે આશરે 51 ટકા શેર રહેશે. આ કંપનીઓનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ભારતમાં જ રહેશે. જેમાં જણાવ્યું કે કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઇનની તપાસ કર્યા બાદ જ કઈ કંપનીને સપોર્ટ આપવો તે નક્કી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.