બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 PM, 21 August 2026
Sugar Price: દેશમાં ખાંડના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પાછળના કારણો ઇથેનોલનું ઉત્પાદન નહીં, પણ ઓછું ઉત્પાદન, શેરડીના પાકમાં રોગ અને માંગમાં વધારો છે. ટીકાકારોએ ભાવમાં વધારા માટે ઇથેનોલના ઉત્પાદનને જવાબદાર ઠેરવ્યું છે, અને સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
ભારતમાં તહેવારોની સીજવ નજીક આવી રહી છે, પરંતુ તે પહેલાં ખાંડના ભાવમાં એકાએક વધારો થયો છે. સરકારે હવે કારણ સ્પષ્ટ કર્યું છે. સરકારના મતે ખાંડના વધતા ભાવનું મુખ્ય કારણ ઇથેનોલનું ઉત્પાદન નથી. તેની પાછળ અન્ય ઘણા કારણ છે, જેમાં ઓછું ઉત્પાદન અને માંગમાં વધારો શામેલ છે.
ADVERTISEMENT
હકીકતમાં દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે આલોચકોએ સરકારને બરાબરની ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડની અછત સર્જાઈ છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે અને હવે તેની આયાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સરકારે હવે આ આરોપો પર પોતાની સ્પષ્ટતા કરી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ખાંડના ભાવમાં વધારો ઓછા ઉત્પાદન અને માંગમાં વધારો થવાને કારણે છે.
સરકારી આંકડા અનુસાર 20 જુલાઈએ ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 48.18 હતો. 20 ઓગસ્ટના તે વધીને ₹55.70 પ્રતિ કિલો થયો. આ લગભગ એક મહિનામાં ભાવમાં ઘણો વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
"ભાવ વધારા માટે ઇથેનોલને જવાબદાર ગણવું ખોટું"
ગ્રાહક બાબતોના મંત્રાલયે ઇથેનોલ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ખાંડના ભાવ વધારાને ઇથેનોલ ઉત્પાદન સાથે જોડવું ખોટું છે.
ADVERTISEMENT
સરકારના મતે ઇથેનોલ માટે ખાંડ ડાયવર્ટ કરવાનો હિસ્સો પણ ઘટ્યો છે. 2022-23માં તે આશરે 12% હતો. 2025-26માં તે ઘટીને આશરે 9% થઈ ગયો છે. દરમિયાન દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો હવે અનાજમાંથી આવે છે, જેમાં મકાઈ મુખ્ય સ્ત્રોત છે. તેથી ખાંડના વર્તમાન ભાવ વધારાને ઇથેનોલને કારણે કહેવું યોગ્ય નથી.
સરકારના મતે આ વર્ષે ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું રહેશે. ચાલુ સિઝન માટે ઉત્પાદન આશરે 306 લાક ટન હોવાનો અંદાજ છે, જે પ્રારંભિક અંદાજ આશરે 343 લાખ ટનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. રોગ અને અતિશય વરસાદને કારણે શેરડીના પાકને નુકસાન થયું છે.
ADVERTISEMENT
શેરડીમાં રેડ રોટ અને ટોપ બોરર રોગની અસર થઈ છે. વધુ પડતા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી છે. જોકે સરકારનો દાવો છે કે દેશમાં પૂરતો ખાંડનો સ્ટોક છે. ઓક્ટોબરમાં નવી પિલાણ સીઝન શરૂ થાય ત્યાં સુધી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે આ સ્ટોક પૂરતો છે.
Ministry of Consumer Affairs, Food & Public Distribution- "Sugar prices have increased in recent weeks, from ₹48.18 per kg on 20 July 2026 to ₹55.70 per kg on 20 August 2026. The Government is closely monitoring the situation and has taken a series of measures to ensure… pic.twitter.com/V1kjYeDEIq
— ANI (@ANI) August 21, 2026
વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ પણ વધી રહ્યા છે
ખાંડના ભાવમાં ફક્ત ભારતમાં જ વધારો થયો નથી, દુનિયાભરમાં તેના પુરવઠા પર દબાણ છે. 2026-27માં વૈશ્વિક સ્તરે આશરે 33 લાખ ટનની ખાંડની અછત રહેવાની ધારણા છે. હવામાન અંગેની ચિંતાઓએ પણ પરિસ્થિતિ પ્રભાવિત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે.
30 જૂને આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ ટન 474 ડોલર હતો. 20 ઓગસ્ટે તે વધીને 552 ડોલર પ્રતિ ટન થયો. આનો અર્થ એ થયો કે લગભગ બે મહિનામાં ભાવમાં 16% થી વધુનો વધારો થયો છે.
સરકારે ઇથેનોલ કાર્યક્રમના ફાયદાઓ પર પણ ગણાવ્યા છે. તેઓ કહે છે કે ભારત સામાન્ય રીતે વાર્ષિક 320 થી 340 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરે છે. દેશનો વપરાશ લગભગ 280 થી 290 લાખ ટન રહે છે. સારા ઉત્પાદનના વર્ષોમાં વધારાનો ખાંડનો સ્ટોક રહે છે. આનાથી ખાંડ મીલોના પૈસા ફસાઇ જાય છે. ખેડૂતોને શેરડી માટે ચૂકવણીમાં પણ વિલંબ થઈ શકે છે.
Government has allowed duty free import of “raw sugar” of 10 lakh MT up to 31.10.2026.
— Department of Food & Public Distribution (@fooddeptgoi) August 20, 2026
The proactive step taken by the Government will immediately dispel speculation & ensure adequate supply to consumers at reasonable and stable prices over the coming year#DFPD #Sugar pic.twitter.com/qynGcedIyx
આ સ્થિતિમાં વધારાની ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાથી મિલોને ફાયદો થયો છે, તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર 2025-26 સીઝન માટે 97% શેરડીના બાકી લેણાં ખેડૂતોને 20 ઓગસ્ટ 2026 સુધીમાં ચૂકવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નેશનલ / પેલેટ ગન મામલે FIR નોંધાઈ, પીડિતો સાથે 5 કલાકથી ધરણા પર બેઠા હતા રાહુલ ગાંધી
10 લાખ ટન કાચી ખાંડ આયાત કરવામાં આવશે
સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે કાચી ખાંડની ડ્યુટી-મુક્ત આયાતને મંજૂરી આપી છે. કુલ 10 લાખ ટન કાચી ખાંડ આયાત કરવામાં આવશે. આ સિવાય રાજ્યો અને ખાંડ મિલોને 15 ઓક્ટોબરથી પિલાણ કામગીરી શરૂ કરવા કહેવામાં આવ્યું છે. પરિણામે ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT