બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:04 PM, 21 August 2026
1/6
સનાતન ધર્મમાં ત્રિદેવીઓ – મા પાર્વતી, મા લક્ષ્મી અને માં સરસ્વતીનું અત્યંત મહત્વ છે. માં સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવસના 24 કલાકમાં અમુક એવા ક્ષણો આવે છે જ્યારે આપણી જીભ પર જ્ઞાનની દેવી સરસ્વતીનું વાસ થાય છે. તે સમયે મોંમાંથી નીકળેલી દરેક વાત સાચી નીવડે છે અને પથ્થરની લકીર બની જાય છે.
2/6
આ વાતને સમજાવવા માટે ચાણક્ય નીતિમાં એક મહત્વપૂર્ણ શ્લોક આપવામાં આવ્યો છે. जिह्वाग्रे वसते विद्या जिह्वाग्रे मित्रबान्धवाः। जिह्वाग्रे बन्धनं प्राप्तं जिह्वाग्रे मरणं ध्रुवम्॥ મતલબ કે આપણી વાણી જ આપણને માન-સન્માન અપાવે છે અને તે જ વાણી વિનાશનું કારણ પણ બની શકે છે. તેથી હંમેશા વિચારીને અને મીઠું બોલવું જોઈએ.
3/6
4/6
શાસ્ત્રોમાં દિવસ અને રાતના પ્રત્યેક પ્રહરને શુભ અને અશુભમાં વહેંચવામાં આવ્યા છે. રાત્રે 3 વાગ્યા પછીનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે, જ્યાંથી નવી અને સકારાત્મક ઊર્જાવાળા દિવસની શરૂઆત થાય છે.માન્યતા અનુસાર સવારે 3:10 થી 3:15 વાગ્યા સુધીનો સમય અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે મનમાં લાવેલી કે મોંથી બોલેલી કોઈપણ સારી ઇચ્છા જરૂર પૂર્ણ થાય છે. ત્યારબાદ સવારે 3:20 થી 3:40 વાગ્યા સુધી જીભ પર સાક્ષાત્ મા સરસ્વતીનો વાસ માનવામાં આવે છે. આ સમયે મોંમાંથી નીકળેલો દરેક શબ્દ બ્રહ્માંડમાં જઈને સાચો થવાની શક્તિ ધરાવે છે.
5/6
જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે કે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય વરદાન સમાન છે. બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને વિદ્યાર્થીઓએ માં સરસ્વતીના મંત્ર ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः. નો જપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર દરરોજ સવારે આ શુભ મુહૂર્તમાં આ મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, એકાગ્રતા વધે છે અને માનસિક વિકાસ ઝડપથી થાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ