બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સુરતના સમાચાર / ભાવનગરના નકલી દારૂકાંડમાં સુરતનો યુવક બ્રેઇન ડેડ,અત્યાર સુધીમાં 9ના મોત
Last Updated: 08:03 PM, 21 August 2026
ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ સુરત પહોચેલા મૂળ ભાવનગરના એક યુવાનને હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભાવનગર 18 ઓગસ્ટે ઝેરી દારૂ પીધા પછી થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થઈ ગયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. મુળ ભાવનગરના અને ઝેરી દારૂ પીછા પછી અસરગ્રસ્ત બનેલા સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેને સુરતની ખટોદરાની આઇએનએસ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ છે.
સંજયસિંહ ડોડિયા ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ સુરત ગયા હતા. ભાવનગર દારૂકાંડનો ભોગ બનેલો સુરતનો યુવક બ્રેઇનડેડ થયો છે. નકલી દારુ પીતા મગજ ડેમેજ થતા સારવાર હેઠળ છે. 3 દિવસથી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / ગુજરાતમાં ફરી સક્રિય થઈ ત્રણ હવામાન સિસ્ટમ, અમદાવાદમાં શનિ-રવિ મેઘમહેરની આશા
ADVERTISEMENT
સંજયસિંહ 16 તારીખે ભાવનગરમાં નકલી દારૂ પીને 17 તારીખે સુરત પહોંચ્યા હતા. સુરત આવતા તેમની આંખો બંધ થઈ ગઈ હતી. તબિયત લથડતા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તેઓ સતત બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. ન્યુરો એક્સપર્ટ્સ દ્વારા સારવાર છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT