બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / ‘દારૂના અડ્ડા બંધ કરો’ના નારા સાથે કોંગ્રેસનો હલ્લાબોલ, અનેક શહેરોમાં વિરોધ, વિક્રમ માડમે આપી ખુલ્લી ચેલેન્જ
Last Updated: 08:49 PM, 21 August 2026
Gujarat Congress Protest: ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના મોતને લઇ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જામનગરમાં ધરણાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા વિક્રમ માડમે સરકાર અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
ભાવનગરના લઠ્ઠાંકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાતો હોવાના આક્ષેપ સાતે નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે રાજ્યવ્યાપી મોરચો માંડ્યો છે. ભાવનગર, મહેસાણા, જામનગર, અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, પાટણ સહિત શહેરોમાં ધરણાં, સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. તેમણે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે, વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અનેક શહેરોમાં અટકાયત કરવામાં આવી હતી.
વિક્રમ માડમે આપી ખુલ્લી ચેલેન્જ
ADVERTISEMENT
જામનગરમાં ધરણાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ગૃહમંત્રી, ડીજીપીથી લઈને તમામ જિલ્લાના એસપીને ઓપન ચેલેન્જ કરતા જણાવ્યું હતું કે, જેમનામાં શક્તિ હોય તે કહી બતાવે કે તેમના જિલ્લામાં દારૂ બનતો, વેચાતો કે પીવાતો નથી. ગાંધીના ગુજરાતમાં ગલીએ-ગલીએ ખુલ્લેઆમ હોમ ડિલિવરી થઈ રહી છે. ગરીબ પરિવારોના એકના એક દીકરાઓ મોતને ભેટે ત્યારે તંત્રની આંખો કેમ ઉઘડતી નથી તેવો સવાલ ઉઠાવી તેમણે કડક અમલવારીની માંગ કરી હતી.
ગોરખધંધો કરનારાઓ બધા ભંડોળ આપે છે- શક્તિસિંહ ગોહિલ
ADVERTISEMENT
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ગાંધીનગરની મુખ્ય ખુરશી પર બેઠેલા મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. પ્રથમ મૃત્યુ પામનાર નરેન્દ્રસિંહના પોસ્ટમોર્ટમને લઈને સવાલ ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે IBની કામગીરી પર પણ ઉઠાવ્યા હતા. ઘરે બેઠા દારૂનો વેપાર કરતા શખ્સને કેમ કોઈ પકડી ન શક્યું?. સરકારે આઇબીને પત્રકારો, વિરોધ પક્ષ અને ઉદ્યોગપતિઓ પાછળ લગાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ગોરખધંધો કરનારાઓ બધા ભંડોળ આપે છે, એટલે તેમની સામે પગલાં લેવાતા નથી.

ADVERTISEMENT
પાટણ જિલ્લામાં દારૂના અડ્ડા બંધ નહીં થાય તો કોંગ્રેસ જનતા રેડ કરશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેરોકટોક મળી રહ્યો છે એટલે કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેવી ઘટના ભાવનગર માંથી સામે આવી જેમા ડુબ્લીકેટ દારૂ પીવાથી 9 લોકોના મોતને લઈ સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેથી પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે રેલી યોજી દારૂબંધીનો અમલ કરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે પહોચી પ્રતિક ઘરણા કર્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા હતા. ટૂંક સમયમાં પાટણ જિલ્લામાં દારૂના અડ્ડા બંદ નહીં થાય તો કોંગ્રેસ જનતા રેડ કરશે. પોલીસે 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
ભાવનગર લઠ્ઠાકાંડ અંગે જામનગરમાં કોગ્રેસનો વિરોધ પ્રદર્શન
જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમે કહ્યુ હતુ કે, ગુજરાતના તમામ શહેરોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં એવું કોઈ શહેર નથી જ્યાં દારૂનું વેચાણ થતું ન હોય.
ADVERTISEMENT
અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપને બુટલેગર જનતા પાર્ટી કહી
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. લાલ દરવાજા ખાતે બેનરો સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. ભાજપને બુટલેગર જનતા પાર્ટી કહી વિરોધ નોંધાવ્યો હતો.
બોટાદમાં કોંગ્રેસનું પ્રદર્શન
બોટાદમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના હવેલી ચોક વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગીર સોમનાથમાં કોંગ્રેસનું પ્રદર્શન
ગીર સોમનાથના સુત્રાપાડામાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવાના કારણે થયેલા મોત મામલે કોંગ્રેસે સરકારને આડેહાથ લેતા પ્રદર્શન કર્યુ હતું. પોલીસ ઉપર હપ્તા ખોરીના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા. રાજ્યમાં લઠ્ઠાકાંડ અને નશીલા પદાર્થોની વધતી ઘટનાઓનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત / ભાવનગરના નકલી દારૂકાંડમાં સુરતનો યુવક બ્રેઇન ડેડ,અત્યાર સુધીમાં 9ના મોત
મહેસાણામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહેસાણા મનપા વિરોધ પક્ષના નેતા અમિત પટેલે સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT