બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:33 PM, 19 August 2026
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે યોગગુરુ બાબા રામદેવ અડફેટે લીધાં છે. હકીકતમાં જંતર મંતર પર પ્રદર્શન વખતે કંગનાએ Gen Z પેઢીને 'ગટર જનરેશન' કહી હતી અને આ પછી બાબા રામદેવે કંગનાના અંગત જીવન પર સવાલો ઉઠાવ્યા હતા જેની પર કંગનાએ વળતો વાર કર્યો છે.
ADVERTISEMENT
અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌતે બાબા રામદેવ પર પ્રહાર કર્યા#KanganaRanaut #BabaRamdev #Bollywood #Politics #KanganaNews #IndiaNews #VTVDigital pic.twitter.com/X6A5jBlotL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 19, 2026
'મારી જવાની વિશે દિવસે સપના જોવાનું બંધ કરો'
ADVERTISEMENT
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને એવું કહ્યું કે 'બાબાજી, મારી જવાની કે બેડરૂમ વિશે દિવસે સપના જોવાનું બંધ કરો. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને પંચાતના આધારે જ અંદાજ લગાવી શકે છે. કંગનાએ પતંજલિ સાથે જોડાયેલા વિવાદો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મને ક્યારેય સુપ્રીમ કોર્ટ તરફથી નકલી કે ફ્રોડ મેડિકલ દાવાઓ માટે ફટકાર નથી પડી.
વધુ વાંચો : સાબરકાંઠામાં કપલે સગા ભાઈની 1 મહિનાની પુત્રીનો કર્યો સોદો, કિસ્સો જાણીને આઘાત પામી જશો
ADVERTISEMENT
બાબા રામદેવે કંગના વિશે શું કહ્યું હતું?
એક ઈન્ટરવ્યૂમાં બાબા રામદેવે કંગના પર બોલતાં કહ્યું હતું કે 'તેનું બાળપણ કેવું રહ્યું છે? તેની જવાની કેવી રહી છે? તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા માંગતો નથી.બાબા રામદેવે કંગનાના ગટર જનરેશન નિવેદનની સખત નિંદા કરતા કહ્યું હતું કે દેશના યુવાનો માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો બિલકુલ અયોગ્ય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.