બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM આવાસમાં ભાડે રહેતા લોકો ચેતી જજો! અમદાવાદ મનપાએ લીધો આ મોટો નિર્ણય

જરુરી / PM આવાસમાં ભાડે રહેતા લોકો ચેતી જજો! અમદાવાદ મનપાએ લીધો આ મોટો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 08:45 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ આવાસ યોજનામાં ભાડે રહેતા લોકોએ હવે ચેતી જવાની જરુર છે. અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે.

અમદાવાદ મનપાએ મુખ્યમંત્રી આવાસ અને EWS મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડે આપનારા સામે સઘન ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવાસ યોજનાઓના થતા દુરુપયોગને રોકવા માટે તમામ ઝોનની ટીમો એકસાથે આકસ્મિક તપાસ કરી નિયમભંગ કરનાર મકાનો સીલ કરવાની કાર્યવાહી કરશે.

હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે શું કહ્યું?

હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે તપાસમાં જો કોઈ મકાન માલિકે આવાસ ભાડે આપ્યું હશે કે વેચી દીધું હશે જણાશે તો તેને નોટિસ આપી મકાન ખાલી કરાવવા અને સીલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ તમામ ઝોનની ટીમો SRP અને સ્થાનિક પોલીસના કડક બંદોબસ્ત સાથે એક જ આવાસ યોજનામાં એકસાથે તપાસ હાથ ધરશે.

છેલ્લા સાત વર્ષમાં 11122 લોકોને પઝેશન

AMC ની હાઉસિંગ કમિટીએ છેલ્લા સાત વર્ષમાં 11122 લોકોને મકાનનો કબજો સોંપ્યો છે. 11122 લાભાર્થી હાઉસિંગના મકાનમાં વસવાટ કરે છે કે કેમ તે અંગે ચેકીંગ કરવાનો નિર્ણય લેવાયો છે.

અઠવાડિયામાં એક દિવસ સરપ્રાઈઝ ચેકીંગ

મનપાએ અઠવાડિયામાં એક દિવસ હાઉસિંગના મકાનમાં સરપ્રાઈઝ ચેકીંગ કરશે અને ભાડૂઆત પકડાશે તો મકાન માલિકને નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં 7,825 મકાનો માટે 97,102 અરજીઓ

હાલમાં 7,825 મકાનો માટે 97,102 અરજીઓ આવી છે, જેમાં 52,000 જેટલી અરજીઓ જનરલ કેટેગરીની છે. મનપા ટેક્સ્ટ અને વોટ્સએપ મારફતે અરજદારોને તેમની પસંદ કરેલી કેટેગરીની જાણ કરશે જેથી કેટેગરીમાં કોઈ ભૂલ હોય તો 10 દિવસની અંદર સુધારી લેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

ews housing ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ