ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા બની માતા સીતા, ફિલ્મનું ટીઝર આવતા જ યુઝર્સ ભડક્યાં
Last Updated: 09:41 AM, 19 August 2026
ADVERTISEMENT
'કચ્ચા બદામ' ડાન્સ વીડિયોથી રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગયેલી અંજલિ અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. રિયાલિટી શો 'લોક અપ' માં જોવા મળ્યા બાદ, અંજલિ હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જોકે, તેની પહેલી ફિલ્મની જાહેરાતની સાથે જ એક મોટો વિવાદ પણ ઊભો થયો છે. અંજલિ અરોરા આગામી પૌરાણિક ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા - શ્રી રામ કી'માં માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તેની પસંદગીને લઈને ચર્ચા અને વિવાદ શરૂ થઈ ગયો છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ પોસ્ટર અને ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સમાં ભારે રોષ જોવા મળ્યો છે અને અંજલિની પસંદગી અંગે તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
લોકોએ કરી આલોચના, બોલ્યા- FIR નોંધાઇ
ADVERTISEMENT
ઘણા યૂઝર્સએ અંજલિ અરોરાની સોશિયલ મીડિયા ઇમેજની સરખામણી માતા સીતાના પવિત્ર પાત્ર સાથે કરીને નિર્માતાઓના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે. એક યૂઝર્સએ લખ્યું, "હે ભગવાન, કેવો ભયાનક કળિયુગ! અંજલિ અરોરા 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવી રહી છે... જો આ કળિયુગ નથી, તો બીજું શું છે?"
રોષ વ્યક્ત કરતા અન્ય એક વ્યક્તિએ લખ્યું, "કયા આધારે આ ટિકટોકરને માતા સીતાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે? આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સામે FIR નોંધાવી જોઈએ." બીજી તરફ, ત્રીજા એક યુઝરે કમેન્ટ કરી, "માતા સીતા અને અંજલિ અરોરા એટલે કે 'બદામ' ગર્લ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે. હું માતા સીતાની ભૂમિકામાં અંજલિને સ્વીકારી શકતો નથી."
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીઝર પર ઉઠ્યા સવાલ
આ ઉપરાંત, યૂઝર્સએ ટીઝરની બેકગ્રાઉન્ડમાં 'कृष्णाय वासुदेवाय…' મંત્રના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, કારણ કે દ્વાપર યુગ સાથે સંકળાયેલા ભગવાન શ્રીકૃષ્ણના મંત્રનો ઉપયોગ ત્રેતા યુગ (શ્રી રામનો યુગ)ના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ફિલ્મમાં દેવ શર્મા બન્યા છે શ્રી રામ
દેવ શર્મા ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’માં ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. દેવ અગાઉ ‘યારિયાં’ અને ‘હીરોપંતી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક સિંહ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ 25 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'Awarapan 2'ની સફળતા બાદ ઈમરાન હાશ્મીની બેક-ટુ-બેક 4 ફિલ્મો મચાવશે ધમાલ
રનબીર કપૂરની રામાયણથી પહેલા ફિલ્મ થશે રિલીઝ
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત 'રામાયણ પાર્ટ 1' અગાઉ રિલીઝ થશે. આ સંજોગોમાં, રામાયણ પર આધારિત ફિલ્મો પ્રત્યે દર્શકોમાં પહેલેથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અંજલિ અરોરા દ્વારા ભજવવામાં આવેલી સીતાની ભૂમિકાને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે, આ બાબત ફિલ્મ રિલીઝ થયા બાદ જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT