ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે ઉપાધ્યક્ષ, 4 ગુજરાતીઓને સ્થાન, નીતિન નબીનની નવી ટીમ જાહેર

દિલ્હી / સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે ઉપાધ્યક્ષ, 4 ગુજરાતીઓને સ્થાન, નીતિન નબીનની નવી ટીમ જાહેર

Published By: Hiralal Parmar

Last Updated: 03:51 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે તેની નવી રાષ્ટ્રીય ટીમનું એલાન કર્યુ જેમાં કેટલાક 'જુના જોગીઓ'ને સ્થાન આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ભાજપે તેની રાષ્ટ્રીય ટીમની ટીમની જાહેરાત કરી છે. સ્મૃતિ ઈરાનીને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વસુંધરા રાજે અને રામ માધવને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં 4 ગુજરાતીઓને પણ સ્થાન મળ્યું છે.

ગુજરાતમાંથી 4 નેતાઓને સ્થાન

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં 4 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું જેમાં વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તથા હેમાંગ જોશીને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે.

(1) વર્ષાબેન દોશી-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

(2) જગદીશ પટેલ-રાષ્ટ્રીય મંત્રી

(3) રોહન ગુપ્તા-રાષ્ટ્રીય મંત્રી

(4) હેમાંગ જોશી-યુવા મોરચાના અધ્યક્ષ

નીતિન નવીને પોસ્ટમાં શું કહ્યું?

ભાજપ પ્રમુખ નીતિન નવીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, "ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમના તમામ નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. અનુભવ અને ઊર્જાથી સમૃદ્ધ આ ટીમ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સંગઠનને નવી ગતિ પ્રદાન કરશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ટીમના તમામ સભ્યો, તેમની કાર્યકર્તા જેવી ભાવનાથી, સંગઠનને વધુ મજબૂત બનાવશે અને 'વિકસિત ભારત' અને રાષ્ટ્રીય સેવાના લક્ષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

વધુ વાંચો : લાલ બાંધણીની પાઘડી સાથે 80માં સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ દેશને આપ્યો આ ખાસ સંદેશ

13 નવા ઉપાધ્યક્ષો

ભાજપની નવી ટીમમાં વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત પાંડા, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, એમ. નાગરાજા, તારિક મંસૂર અને મધુચંદ્ર કરશનને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nitin navin nitin navin new team

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ