બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કમાણી સારી હોવા છતાં હાથમાં નથી ટકતા પૈસા? અજમાવો આ સરળ વાસ્તુ ઉપાય

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કમાણી સારી હોવા છતાં હાથમાં નથી ટકતા પૈસા? અજમાવો આ સરળ વાસ્તુ ઉપાય

Last Updated: 06:34 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સારી કમાણી હોવા છતાં જો મહિનાના અંતે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જતું હોય, તો તેનું કારણ માત્ર વધુ પડતા ખર્ચ જ નહીં પરંતુ ઘરમાં રહેલો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.

1/5

photoStories-logo

1. કમાણી સારી હોવા છતાં હાથમાં નથી ટકતા પૈસા? અજમાવો આ સરળ વાસ્તુ ઉપાય

મહિનાની શરૂઆતમાં પગાર આવતાં જ બેંક એકાઉન્ટમાં સારું બેલેન્સ દેખાય છે, પરંતુ થોડા જ દિવસોમાં પૈસા ક્યાં વપરાઈ જાય છે તેની ખબર પડતી નથી. ઘણીવાર પર્યાપ્ત કમાણી હોવા છતાં બજેટ વગરના ખર્ચાઓ, ઓનલાઈન શોપિંગ, બહારનું ખાવાનું, બિનજરૂરી સબ્સ્ક્રિપ્શન્સ અને ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ ખિસ્સું ખાલી કરી દે છે. આ માટે પહેલા બચત અને પછી ખર્ચ કરવાની ટેવ પાડવી જરૂરી છે. તેની સાથે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દરવાજા પાસે કચરો, જૂના જૂતા કે તૂટેલો સામાન ન રાખવો

વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ત્યાંથી જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. દરવાજા પાસે કચરો, જૂના જૂતા કે તૂટેલો સામાન ન રાખવો. દરવાજા પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ અને સાંજના સમયે ત્યાં દીવો કે લાઈટ પ્રગટાવવી શુભ ગણાય છે. આ સિવાય ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે, તેથી ઉત્તર ભાગમાં ભારે કબાડ કે ખરાબ સામાન ન રાખવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તિજોરીની દિશા અને સ્વચ્છતા પર ધ્યાન આપો

ઘરમાં પૈસા અને કિંમતી સામાન રાખવાની તિજોરી કે કબાટને દક્ષિણ દિશાની દીવાલ પાસે એવી રીતે રાખવી જોઈએ કે તેનું મોં ઉત્તર દિશા તરફ ખૂલે. તિજોરીની અંદર ફાટેલી નોટો, જૂના નકામા કાગળો કે રસીદો ન જમા કરવી. તિજોરીને હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવી, કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મની પ્લાન્ટની યોગ્ય સંભાળ રાખવી જોઈએ

ઘરમાં રાખેલા મની પ્લાન્ટની યોગ્ય સંભાળ રાખવી જોઈએ. તેના સુકાયેલા પાંદડા દૂર કરતા રહેવું અને તેની વેલને જમીન પર ફેલાવા દેવાના બદલે ઉપરની તરફ વધારવી શુભ માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તૂટેલા વાસણો, બંધ ઘડિયાળ, ખરાબ ઈલેક્ટ્રોનિક સામાન કે તૂટેલા કાચ જેવી નકારાત્મકતા ફેલાવતી વસ્તુઓ ન રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સાંજના સમયે ઘરમાં અંધારું ન રાખવું

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે સપ્તાહમાં 1 વખત પોતા મારવાના પાણીમાં થોડું દરિયાઈ મીઠું (સી સોલ્ટ) ભેળવવાની પરંપરા છે. આ ઉપરાંત, સાંજના સમયે ઘરમાં અંધારું ન રાખવું અને મુખ્ય ભાગમાં દીવો પ્રગટાવવો, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VastuTips MoneyVastu VastuRemedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ