બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની હોટલમાં ગે પાર્ટનરના મોતથી હડકંપ, મધરાતે 3 વાગ્યે લાઈટ જતાં 'ખેલ' થયો
Last Updated: 04:32 PM, 19 August 2026
વડોદરા શહેરની દાંડિયા બજારની 'હોટેલ વિન્ટેજ ઈન'માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૂમ નંબર 302માંથી પાણીગેટ વિસ્તારના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલા મોડી રાત્રે રાત્રે મૃતક અન્ય એક યુવક સાથે હોટેલમાં આવ્યો હતો. રૂમમાં લાઈટ જતા યુવકને ઈજા થઈ અને મોત થઈ ગયું હતું. આ બન્ને યુવક ગે હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
રાત્રે 3 વાગ્યે હોટેલમાં રૂમ નંબર 304 બુક કરાવ્યો
પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા યુવક ભાયલી ગામના રહેવાસી યુવકને ગે સંબંધો હતા અને તેઓ વોટ્સએપના માધ્મયથી એકબીજાના સંપર્કમાં હતા. એટલે બંનેએ હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું અને ત્યારે મોડી રાત્રે 3 વાગ્યે બંને યુવક દાંડિયાબજારની 'હોટેલ વિન્ટેજ ઈન'માં પહોંચ્યા હતા. જ્યાં રૂમ નંબર 304 બુક કરાવ્યો હતો. રૂમમાં ઠોકરથી યુવક નીચે પડ્યા બાદ માથામાં ઈજા થઈ અને સવારે મોત થયું હતું.
ADVERTISEMENT
રાતે લાઈટ જતાં દિવાલ સાથે ટકરાયો
રાતે રૂમ નંબર 304માં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારે અંધારામાં યુનુસ વોશરૂમ જવા નીકળ્યો ત્યારે તેમને ઠોકર વાગતા તે નીચે પડી જતા માથા, કપાળના ભાગે ઈજા પહોંચી હતી. જો કે આ સમયે લાઈટ ન હોવાના કારણે બંનેએ વિનંતી કરતા બન્નેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કર્યા હતા.
ADVERTISEMENT
પાર્ટનરે બૂમાબમ કરી મૂકતા હોટલ સ્ટાફ દોડ્યો
સવારે 7 વાગ્યે મહેશે બૂમાબૂમ કરતા કરતા રિસેપ્શન પર આવ્યો હતો અને કહ્યું હતું કે 108 બોલાવો, યુનુસને કંઈક થઈ ગયું છે. જેને પગલે હોટલનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જો કે 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ દરમિયાન યુનુસ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા અને મૃતદહેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં મોકલ્યો હતો.
ADVERTISEMENT
હોટલમાં રોકાયેલા યુવાનો ગે હતા
ADVERTISEMENT
હોટેલમાં રોકાયેલા બંને યુવાન ગે હોવાનું ACP અશોક રાઠવાનું કહેવું છે. મૃતકની સાથે રહેલા મહેશના શરીર પર કોઈ ઝપાઝપી કે ઈજાના નિશાન મળ્યા નથી, છતાં પોલીસ સત્ય જાણવા તેની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે. મૃતકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે ચકાસવા બ્લડ સેમ્પલ પણ લેવાયા છે. હાલમાં રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.