બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ઉજ્જૈનથી 230 બોટલો લાવી દેશી દારૂ ભેળવ્યો, ગામડાઓમાંથી ભાવનગર પહોંચાડાયો હોવાની શંકા
Last Updated: 03:44 PM, 19 August 2026
ભાવનગરના વરતેજ ડુપ્લીકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યાં છે. ગૌતમ સોલંકીનું વરતેજની આંબલીવાડી વિસ્તાર માં આવ્યું છે. ગૌતમ સોલંકીની સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કર્યું હતું. બુટલેગરો ઉજ્જેનથી 130 દારુની બોટલો લાવ્યાં હતા અને ગૌતમ સૌલંકીના ઘેર જ દેશી દારુ ભેળવાયો હતો.પોલીસે હાલ 130 જેટલી બોટલો કબ્જે કરી છે.
ADVERTISEMENT
નકલી અંગ્રેજી દારૂ પીવાથી 4ના મોત
વરતેજમાં નકલી અંગ્રેજી દારૂ પીવાથી 4ના મોત થયા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. 15 પેટી જપ્ત કરાઈ અને 13 પેટીઓ જપ્ત કરવા દોડધામ મચી હતી.
ADVERTISEMENT
દારુનો જથ્થો અમદાવાદ ગ્રામ્યથી ભાવનગર ગયો હોવાની આશંકા
નકલી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકા છે. પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે કરી મિટિંગ કરી છે. પોલીસે કોઈને પણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટેની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.