બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જમ્મુ-કાશ્મીર ભારતનો જ મહત્વનો ભાગ: અમેરિકાના રાજદૂત સાર્જિયો ગોરનું મોટું નિવેદન

નેશનલ / જમ્મુ-કાશ્મીર ભારતનો જ મહત્વનો ભાગ: અમેરિકાના રાજદૂત સાર્જિયો ગોરનું મોટું નિવેદન

Published By: Pravin Joshi

Last Updated: 05:27 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાજદૂત સાર્જિયો ગોરે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ તેને ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરીને આર્થિક સહયોગ અને પ્રવાસન ક્ષેત્રે ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.

ભારતમાં અમેરિકાના રાજદૂત સાર્જિયો ગોરે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે એક મોટું રાજદ્વારી નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ અને તાજેતરના સુરક્ષા વાતાવરણ વચ્ચે અમેરિકી રાજદૂતની આ સ્વતંત્ર કાશ્મીર મુલાકાતને ભારતના વલણ માટે એક મજબૂત સમર્થન માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

શ્રીનગર પહોંચ્યા બાદ અમેરિકી દૂત સાર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ગુપકાર સ્થિત તેમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, પ્રવાસન, બાગાયત અને નવી અર્થવ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી ગાઢ બનાવવા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. ગોરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ સારું લાગ્યું. કાશ્મીર ભારતનો એક મહત્વનો ભાગ છે અને ખૂબ જ સુંદર જગ્યા છે. આ અમારી ખૂબ જ ગરમજોશી ભરેલી અને મૈત્રીપૂર્ણ મુલાકાત રહી છે, અને અમે આ સંબંધોને વોશિંગ્ટન અને દિલ્હી સુધી આગળ ધપાવવા માટે ઉત્સુક છીએ.

કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ

રાજદ્વારી દ્રષ્ટિએ આ મુલાકાત ખૂબ જ ખાસ છે. છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ હોદ્દા પર રહેલા અમેરિકી રાજદૂતે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે સીધી બેઠક કરી હોય. આ પહેલાં વર્ષ 2011 માં તત્કાલીન અમેરિકી દૂત ટિમોથી રોએમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત, વર્ષ 2018 પછી કોઈ અમેરિકી રાજદૂતનો આ પ્રથમ સ્વતંત્ર કાશ્મીર પ્રવાસ છે. શ્રીનગરની મુલાકાત બાદ તેઓ લડાખની મુલાકાતે પણ જવાના છે.

આ પણ વાંચોઃ 8માં પગારપંચની ડેડલાઇન ખતમ! કેન્દ્રીય કર્મચારીઓ ખાસ જાણી લે

'અમારી સમસ્યાઓ દિલ્હી ઉકેલશે, વોશિંગ્ટન નહીં': ઓમર અબ્દુલ્લા

બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ અમેરિકી રાજદૂત સામે પોતાની કોઈ ફરિયાદો લઈને ગયા નથી. ઓમરે બે ટૂંક શબ્દોમાં કહ્યું હતું કે, અમારી સમસ્યાઓનું નિવારણ વોશિંગ્ટનમાં નહીં, પરંતુ અમારી પોતાની કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવશે. જોકે, બેઠક બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેર્યું હતું કે અમેરિકી રાજદૂતનું સ્વાગત કરવું તેમના માટે ખુશીની વાત હતી અને જમ્મુ-કાશ્મીરમાં આર્થિક વિકાસ તથા પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઉભી કરવા અંગે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OmarAbdullah SergioGor JammuKashmir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ