બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોને રાહત! CM ભૂપેન્દ્ર પટેલે USથી સિંચાઈ માટે પાણી છોડવાનો આપ્યો આદેશ, પાકને સંજીવની
Last Updated: 06:38 PM, 19 August 2026
ખેંચાતા વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતગર્ત સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. પાણી છોડવાનો આદેશ મુખ્યમંત્રીએ અમેરિકાથી આપ્યો છે હાલમાં તેઓ અમેરિકાના પ્રવાસે છે.
ADVERTISEMENT
વિધાનસભા અધ્યક્ષે કરી રજૂઆત
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ પાણી છોડવાનો આદેશ જારી કર્યો હતો.
ADVERTISEMENT
ગુજરાત સરકારનો બીજો મોટો નિર્ણય
ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની વિદેશ લોન માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત સરકારે વિદેશી ભણતર લોનની આવક મર્યાદા વધારી
હાલના ઠરાવની તમામ જોગવાઈ યથાવત
ADVERTISEMENT
આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે 'વિદેશ અભ્યાસ લોન યોજના' અંગેના અગાઉ બહાર પાડવામાં આવેલા પ્રવર્તમાન ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત જ રહેશે. આ નિર્ણયને નાણા વિભાગ અને સરકારની 3 ઓગસ્ટ 2026ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.