બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:58 PM, 21 August 2026
1/6
સનાતન ધર્મમાં ઘરમાં પૂજા-પાઠ, હવન કે કથા થાય ત્યારે તેના અંતે ‘દક્ષિણા’ આપવાની પરંપરા ખૂબ જૂની છે. સામાન્ય રીતે લોકો દક્ષિણાને માત્ર પૈસા આપવા સાથે જોડી દે છે પણ શાસ્ત્રો અનુસાર તેનો અર્થ ઘણો ઊંડો અને પવિત્ર છે. ધાર્મિક માન્યતા મુજબ દક્ષિણા એ પૂજા કરાવનાર ગુરુ કે ધાર્મિક વ્યક્તિ પ્રત્યેનો આદર વ્યક્ત કરવાનું એક માધ્યમ છે.
2/6
ઘણા લોકો દાન અને દક્ષિણાને એક જ વસ્તુ સમજી લે છે જ્યારે શાસ્ત્રોમાં બંનેનું સ્વરૂપ અલગ બતાવવામાં આવ્યું છે. દાન એ છે જ્યારે આપણે કોઈ અસહાય, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે તેને ધન, અન્ન કે વસ્ત્ર આપીએ છીએ. તેમાં કરુણાનો ભાવ હોય છે. તો દક્ષિણા એ છે જ્યારે ઈશ્વરની આરાધના કે ધાર્મિક કર્મકાંડ કરાવનાર યોગ્ય વ્યક્તિને પૂરા આદર સાથે કંઈક ભેટ આપવામાં આવે. શાસ્ત્રો અનુસાર દક્ષિણામાં દેખાડાનું કોઈ સ્થાન નથી. તે હંમેશા સાચી શ્રદ્ધા અને પોતાની ક્ષમતા અનુસાર આપવી જોઈએ.
3/6
શાસ્ત્રો અને જ્યોતિષીય માન્યતા અનુસાર દક્ષિણામાં માત્ર રોકડા પૈસા જ નહીં, પણ બીજી અનેક વસ્તુઓ પણ ભેટ આપી શકાય છે. જેમાં પોતાની ક્ષમતા અનુસાર પૈસા આપવા ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ધનનો સીધો સંબંધ લક્ષ્મી માતા સાથે જોડવામાં આવ્યો છે. આથી દક્ષિણાની રકમ ખૂબ મોટી હોવી જરૂરી નથી. જે આપવામાં આવે તે સાચા મનથી આપવું જોઈએ.
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ