ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બાબા નિરાલા ફરી એકવાર મચાવશે ધમાલ! 'આશ્રમ 4'નું શૂટિંગ શરૂ, બોબી દેઓલનો અનોખો અંદાજ દેખાશે

મનોરંજન / બાબા નિરાલા ફરી એકવાર મચાવશે ધમાલ! 'આશ્રમ 4'નું શૂટિંગ શરૂ, બોબી દેઓલનો અનોખો અંદાજ દેખાશે

Published By: Pravin Joshi

Last Updated: 11:08 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અને OTTના સુપરસ્ટાર બોબી દેઓલ ફરી એકવાર તેમના સુપરહિટ પાત્ર 'બાબા નિરાલા'ના રૂપે ધમાકેદાર વાપસી કરી રહ્યા છે. ચર્ચિત વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

ADVERTISEMENT

વર્ષ 2026 બોબી દેઓલ માટે સફળતાનું નવું શિખર લઈને આવ્યું હોય તેમ લાગે છે. 'એનિમલ' જેવી માતબર હિટ ફિલ્મ આપ્યા બાદ બેક-ટુ-બેક સફળ પ્રોજેક્ટ્સ આપી રહેલા બોબી દેઓલે આ વીકેન્ડ પર તેમના ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. પ્રકાશ ઝાના નિર્દેશનમાં બનેલી સુપરહિટ વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. બોબી દેઓલ ફરી એકવાર પોતાના સૌથી ખતરનાક અને લોકપ્રિય પાત્ર 'બાબા નિરાલા'ના અવતારમાં વાપસી કરી રહ્યા છે.

didha - 2026-08-22T230315.449

શૂટિંગનો પ્રારંભ, મેકર્સે કહ્યું – "એક ઓર આરંભ, જપનામ"

22 ઓગસ્ટ 2026ના રોજ પ્રકાશ ઝા પ્રોડક્શન્સે તેમના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ સિરીઝના શૂટિંગની જાહેરાત કરી હતી. આ પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, એક ઓર આરંભ... આશ્રમના નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. જપનામ. આશ્રમ 4 નું શૂટિંગ શરૂ. આ જાહેરાત સાથે જ ચાહકોમાં ઉત્સાહ બેગણો થઈ ગયો છે. મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં બોબી દેઓલ અને પ્રકાશ ઝા ક્લેપબોર્ડ સાથે જોવા મળ્યા હતા. બાબા નિરાલાનું પાત્ર આખી 'આશ્રમ' ફ્રેન્ચાઇઝીનો મુખ્ય આધાર રહ્યું છે. અગાઉની ત્રણ સીઝને OTT પર તોફાન મચાવ્યું હતું અને બાબા નિરાલાના સંવાદો તથા તેમનો સ્વેગ લોકોની જીભ પર ચડી ગયો હતો.

AASHRAM.jpg

'એક બદનામ આશ્રમ'માં શું થશે? જેલમાં બંધ બાબાની વાર્તા

દિગ્દર્શક પ્રકાશ ઝાએ સંકેત આપ્યો છે કે સીઝન 4 નું શીર્ષક 'એક બદનામ આશ્રમ' હોઈ શકે છે. આ વખતે વાર્તા જેલમાં બંધ બાબા નિરાલાની આસપાસ ફરશે. જેલની અંદર અને આશ્રમની બહાર સત્તા હડપવા માટેનો જંગ વધુ તીવ્ર બનશે. કૌભાંડોની આ જાળમાં કોણ ગદ્દાર છે અને કોણ વફાદાર, તેનો ખુલાસો આ સીઝનમાં થશે. આ સાથે જ બાબાએ નવા દુશ્મનોનો સામનો પણ કરવો પડશે. સીઝન 3 ના ક્લાઇમેક્સમાં પમ્મી (આદિતિ પોહાનકર) એ બાબા સામે કાનૂની લડાઈ શરૂ કરી દીધી હતી. બીજી તરફ, સોનિયાના પાત્રમાં ઇશા ગુપ્તાએ બાબાને 'ભગવાન નિરાલા' તરીકે રજૂ કરીને તેમનું સામ્રાજ્ય વધુ મોટું કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સીઝન 4 માં પમ્મી અને બાબા વચ્ચેનો મુકાબલો વધુ ભયાનક સ્વરૂપ લેશે.

આ પણ વાંચોઃ ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન

'એનિમલ' પછી બોબીનો નવો અવતાર

'એનિમલ' ફિલ્મની સફળતા બાદ બોબી દેઓલનો સ્ટારડમ એક અલગ જ ઊંચાઈ પર પહોંચી ગયો છે. પ્રકાશ ઝાએ પોતે સ્વીકાર્યું છે કે બોબીના કમબેકમાં 'આશ્રમ' સિરીઝે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે તેઓ ફરી એકવાર એ જ અવતારમાં પાછા ફરી રહ્યા છે જેણે તેમને OTT ના કિંગ બનાવ્યા હતા. હાલમાં મેકર્સે માત્ર શૂટિંગ શરૂ થવાની માહિતી આપી છે અને સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ, આ સિરીઝ 2027 ના પ્રારંભમાં પ્રાઇમ વિડીયો અને MX Player પર સ્ટ્રીમ થશે. ફરી એકવાર ધર્મ, રાજકારણ, અપરાધ અને અંધશ્રદ્ધાના નામે ખેલાતા ખેલના પર્દાફાશ થશે અને બાબા નિરાલાનો નવો તથા વધુ ખતરનાક રૂપ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aashram4 BabaNirala BobbyDeol

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ