બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / વિશ્વ / અમેરિકાના ટેનેસીમાં લૂંટ બાદ ફાયરિંગ! 56 વર્ષીય ગુજરાતી સુરેશ પટેલનું ઘટનાસ્થળે મો*ત

વર્લ્ડ / અમેરિકાના ટેનેસીમાં લૂંટ બાદ ફાયરિંગ! 56 વર્ષીય ગુજરાતી સુરેશ પટેલનું ઘટનાસ્થળે મો*ત

Published By: Vishal Khamar

Last Updated: 11:23 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં લૂંટની ઘટનામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં લૂંટની ઘટનામાં 56 વર્ષીય ગુજરાતી મૂળના સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી સ્થાનિક ભારતીય સમુદાય અને મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો આરોપી

મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યે એક અજાણ્યો બુકાનીધારી શખ્સ જેક્સન સ્થિત રિજક્રેસ્ટ સેલર્સ સ્ટોરમાં હથિયાર સાથે ઘૂસ્યો હતો. આરોપીએ સ્ટોરમાં હાજર લોકોને ગન પોઈન્ટ પર લઈ લૂંટનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ રોકડ રકમ લીધા બાદ સ્ટોરમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું

આ ફાયરિંગમાં સ્ટોરમાં હાજર 56 વર્ષીય સુરેશ પટેલને ગોળી વાગી હતી. ગંભીર ઈજાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે, લૂંટની રોકડ રકમ આપી દેવામાં આવી હોવા છતાં આરોપીએ ફાયરિંગ કર્યું હતું.

CCTVના આધારે આરોપીની શોધખોળ

ઘટના બાદ આરોપી કારમાં ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા સ્ટોરના CCTV ફૂટેજ સહિત અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. CCTVમાં આરોપી ગ્રે હૂડી, જીન્સ અને કાળા બૂટ પહેરેલો જોવા મળ્યો હોવાનું પોલીસનું કહેવું છે.

આ પણ વાંચોઃ ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દીનું મો*ત! હાર્દિકભાઈ કિલજીના મો*ત સાથે મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરી છે. ઘટનાની વધુ વિગતો અને ફાયરિંગ પાછળના સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ ચાલુ છે. બીજી તરફ, સુરેશ પટેલના અચાનક મોતથી તેમના પરિવારજનો અને પરિચિતોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Patel killed in America Tennessee shooting Suresh Patel

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ