બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા

Video / iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા

Published By: Nidhi Panchal

Last Updated: 08:11 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકની એક જીદ જીવન જ લઈ લેશે તેનો અંદાજો તો આ પરિવારને પણ ન હતો. છત્રપતિ સંભાજીનગરમાં iPhone ખરીદવા બાબતે થયેલા ઝઘડાએ એવી કરુણ ઘટનાને જન્મ આપ્યો કે માત્ર થોડા સમયમાં જ એક આખો પરિવાર નાશ પામ્યો.

બાળકની એક નાની એવી જીદ આખા પરિવારને જીવનભરનો ઘા આપી જશે, તેનો અંદાજો કદાચ આ પરિવારને પણ નહોતો. એક iPhone ખરીદવાની જીદથી શરૂ થયેલો પરિવારનો ઝઘડો ગણતરીની કલાકોમાં એવી કરુણ ઘટનામાં ફેરવાઈ ગયો કે દીકરો, તેને બચાવવા દોડેલા પિતા અને ત્યારબાદ પતિ-પુત્રને પોતાની આંખો સામે પડતા જોઈ માતા—ત્રણેયના મોત થયા.

crime

iPhone ખરીદવા બાબતે ઝઘડો થયો

છત્રપતિ સંભાજીનગરના તીસગાંવ વિસ્તારમાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 19 વર્ષીય કુણાલ ચાંડગુડેને પોતાના માતા-પિતા સાથે iPhone ખરીદવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ કુણાલ ખૂબ જ પરેશાન થઈને ટેકરીઓ તરફ ચાલ્યો ગયો હતો. કુણાલ ટેકરી પર પહોંચી ગયો હોવાની જાણ થતાં તેના પિતા 48 વર્ષીય મુરલીધર ચાંડગુડે અને માતા સંગીતા ચાંડગુડે પણ તેને શાંત પાડવા માટે ત્યાં દોડી ગયા હતા. જોકે, ત્યારબાદ જે બન્યું તેમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત થયા હતા.

ઘટના સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ

વાલુજ પોલીસ ઇન્સ્પેક્ટર રામેશ્વર ગાડેના જણાવ્યા અનુસાર, ઘટના સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. કુણાલ iPhone ખરીદવાની માંગણી કરી રહ્યો હતો અને આ મુદ્દે તેના માતા-પિતા સાથે તેનો ઝઘડો થયો હતો. ત્યારબાદ તે પર્વત તરફ ચાલ્યો ગયો હતો. આ પર્વત ખૂબ ઊંચો હોવાનું અને અહીં ઢાળવાળા ખડકોની સાથે નીચે ઊંડી કોતર હોવાનું જણાવાયું છે.

માતા સંગીતા તેને સમજાવતી રહી

કુણાલ ટેકરી પર પહોંચ્યો હોવાની જાણ થતાં તેની માતા સંગીતા તેને સમજાવતી રહી અને ઘરે પરત ફરવા માટે આગ્રહ કરતી રહી. આસપાસના ગામડાંના લોકો અને ગામના વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૌએ કુણાલને સમજાવીને સુરક્ષિત રીતે નીચે આવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, કુણાલ ટેકરી પરથી નીચે આવવા માટે તૈયાર નહોતો.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી

પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ટેકરીના તળિયે સલામતી જાળ ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કુણાલ પોતાનું સ્થાન બદલતો રહ્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી પોલીસ, ફાયર બ્રિગેડ, ગ્રામજનો અને તેના માતા-પિતાએ તેને સમજાવીને સુરક્ષિત રીતે નીચે લાવવાના પ્રયાસો કર્યા હતા.

લગભગ 1 વાગ્યે કુણાલના પિતા મુરલીધર પણ તેની પાસે પહોંચ્યા

બપોરે લગભગ 1 વાગ્યે કુણાલના પિતા મુરલીધર પણ તેની પાસે પહોંચ્યા હતા. તેમણે પુત્રને શાંત પાડવાનો અને તેને સુરક્ષિત રીતે પાછો લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન કુણાલે ટેકરી પરથી નીચે કૂદી પડ્યો હતો. પુત્રને બચાવવા માટે પિતાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસમાં બંનેએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને બંને ટેકરી પરથી નીચે પડી ગયા હતા.

તેણે પણ ટેકરી પરથી કૂદી પડી

પોતાના પતિ અને પુત્રને પોતાની નજર સામે ટેકરી પરથી નીચે પડતા જોઈને માતા સંગીતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, થોડીવાર બાદ તેણે પણ ટેકરી પરથી કૂદી પડી હતી. આમ, થોડા જ સમયમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત થયા હતા. ઘટનાસ્થળે હાજર ગ્રામજનો, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સમગ્ર ઘટના જોઈ હતી. ત્રણેયના મોત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

48 વર્ષીય મુરલીધર ચાંડગુડે

મૃતકોની ઓળખ 48 વર્ષીય મુરલીધર ચાંડગુડે, તેમની પત્ની સંગીતા ચાંડગુડે અને 19 વર્ષીય પુત્ર કુણાલ ચાંડગુડે તરીકે થઈ છે. આ પરિવાર શહેરના ઝાલતા ફાટા વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : જંતર-મંતર પર ફરી માહોલ ગરમાયો, UGC મુદ્દે વિરોધ, RAFએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી

હાલ ઇન્સ્પેક્ટર રામેશ્વર ગાડેના નેતૃત્વમાં પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે હાજર રહેલા લોકો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. iPhoneને લઈને શરૂ થયેલો કૌટુંબિક વિવાદ ગણતરીના કલાકોમાં જ એક અત્યંત દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયો. પુત્રને બચાવવા માટે દોડેલા પિતા પણ જીવ ગુમાવી બેઠા અને ત્યારબાદ પતિ તથા પુત્રને પડતા જોઈ માતાએ પણ ટેકરી પરથી કૂદી પડી. આમ, થોડા જ સમયમાં એક આખો પરિવાર બરબાદ થઈ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhoneની જીદ Chhatrapati Sambhajinagar iPhone Family Tragedy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ