બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:40 AM, 22 August 2026
મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને લઇ FDAએ કાર્યવાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશ દરમિયાન, અધિકારીઓએ દૂધ અને ડેરી ઉત્પાદનો તેમજ પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા સહિતની વિવિધ ખાદ્ય સામગ્રીની તપાસ કરી હતી. છત્રપતિ સંભાજીનગરની એક હોટેલના રસોડામાં સડેલું પનીર, કાળું પડી ગયેલું તેલ અને ખુલ્લું રાખવામાં આવેલું ભોજન જેવી અનેક અનિયમિતતાઓ જોવા મળી હતી. આ ઉપરાંત, મુંબઈમાં McDonald's ના આઉટલેટ સહિત સાત સંસ્થાઓના ફૂડ લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા, જ્યારે ગુટખા અને પાન મસાલાના નિયમોના ઉલ્લંઘન બદલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક વિસ્તારમાં આવેલી 'ગાયત્રી મેવાડ પ્રાઇવેટ લિમિટેડ' હોટેલમાં પણ તપાસ કરવામાં આવી હતી. 'સુરક્ષિત ખોરાક, સુરક્ષિત મહારાષ્ટ્ર' અભિયાનના ભાગરૂપે FDAની ટીમે ત્યાં અચાનક તપાસ હાથ ધરી હતી. રસોડાની તપાસ દરમિયાન સ્વચ્છતાને લગતી અનેક ખામીઓ જોવા મળી હતી, જેમાં બગડેલું પનીર, કાળું પડી ગયેલું તેલ અને ખુલ્લો રાખેલો ખોરાક સામેલ હતો. પરિણામે, હોટેલનું FSSAI લાયસન્સ સસ્પેંડ કરી દીધું.
પનીરમાંથી આવી રહી હતી દુર્ગંધ
ADVERTISEMENT
તપાસ ટીમને શાક બનાવવા માટે રાખવામાં આવેલું પનીર ખરાબ મળ્યુ હતું. તેમાંથી તીવ્ર અને દુર્ગંધ આવતી હતી. તેની એક્સપાયરી ડેટ અંગે કોઈ વિગતો ઉપલબ્ધ નહોતી. તેવી જ રીતે, અન્ય ખાદ્ય પદાર્થો જેમાં અગાઉથી તૈયાર કરેલી ગ્રેવીનો પણ સમાવેશ થાય છે, તે ક્યારે બનાવવામાં આવ્યા હતા અથવા તેમની 'શેલ્ફ લાઈફ' કેટલી છે, તે અંગેની માહિતીનો અભાવ હતો. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે યોગ્ય તાપમાન જાળવી રાખવાની વ્યવસ્થામાં પણ બેદરકારી જોવા મળી હતી.
ટોયલેટની પાસે કપાતુ હતુ શાકભાજી
ADVERTISEMENT
હોટેલની અંદર સ્વચ્છતા બાબતે ભારે બેદરકારી જોવા મળી હતી. મુખ્ય ટોયલેટના દરવાજા નજીક ગંદકી અને કરોળિયાના જાળાંની વચ્ચે શાકભાજી કાપવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, વાસણ ધોવાના વિસ્તારમાં બાફેલા નૂડલ્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેના કારણે ગંદા ગટરના પાણીના છાંટાથી તેમાં દૂષણ ફેલાવાનું જોખમ ઊભું થયું હતું. રસોઈ માટેની કડાઈમાં રહેલું તેલ વારંવારના ઉપયોગને કારણે સંપૂર્ણપણે કાળું પડી ગયું હતું. એટલુ જ નહીં ડુંગળી સહિતની કાચી સામગ્રીને દીવાલને અડીને સીધી જ જમીન પર રાખવામાં આવી હતી અને રસોડામાં માખીઓને પ્રવેશતી અટકાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
FDAના જણાવ્યા અનુસાર, આ હોટેલ અગાઉ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું હતું. ડિસેમ્બર 2025માં કરવામાં આવેલી તપાસ બાદ, તેને સુધારા કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં કોઈ સુધારા કરવામાં ન આવતા, એપ્રિલ 2026માં 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વારંવાર નિયમોની અવગણના અને જાહેર આરોગ્ય સાથે બાંધછોડ થતી હોવાને ધ્યાનમાં રાખીને, FDAના સહાયક કમિશનર ડી.વી. પાટીલે કડક કાર્યવાહી કરી હતી. તેમણે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ'ની કલમ 32(3) હેઠળ હોટેલનું લાયસન્સ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
મુંબઇમાં 7 હોટલો પર કાર્યવાહી
ADVERTISEMENT
ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિશેષ અભિયાન દરમિયાન મુંબઈમાં ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. કોલાબામાં મેકડોનાલ્ડ્સ, બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ, મલાડમાં નોવારા, નરીમાન પોઈન્ટ પર સ્ટેટસ રેસ્ટોરન્ટ અને ખાર જિમખાના સહિત કુલ સાત સંસ્થાઓના ફૂડ લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જંતર-મંતર પર ફરી માહોલ ગરમાયો, UGC મુદ્દે વિરોધ, RAFએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી
ADVERTISEMENT
ગુટખા મામલે 6 લોકોની ધરપકડ
આ અભિયાન દરમિયાન પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મુંબઈમાં ત્રણ દુકાનો સીલ કરવામાં આવી હતી અને આ મામલે છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 1.95 લાખ રુપિયાની પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.FDAની આ કાર્યવાહી 19 અને 20 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલા એક વિશેષ અભિયાનનો ભાગ હતી, જેનો ઉદ્દેશ્ય દૂધ, ડેરી ઉત્પાદનો, પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની તપાસ કરવાનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT