બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અફવાઓને લઇ ગોવિંદા ભડક્યાં, કરી નોટિસ જાહેર

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અફવાઓને લઇ ગોવિંદા ભડક્યાં, કરી નોટિસ જાહેર

Last Updated: 01:52 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Govinda Issues Warning: બોલિવૂડના 'ચી ચી' એટલે કે ગોવિંદા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેમની પત્ની સુનીતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, ત્યારે આ દરમિયાન અભિનેતાએ કોને ચેતવણી આપી છે?

1/6

photoStories-logo

1. પત્ની સુનીતાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી

ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં સુનીતા તેમના પુત્ર સાથે ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા અને તેમણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હોવાનું સામે આવ્યું હતું. જોકે એવી અફવાઓ હતી કે અભિનેતા બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, જેના કારણે સુનીતાએ આ પગલું ભર્યું હતું. પરંતુ ગોવિંદાના મેનેજરે આ અહેવાલોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અભિનેતા હોસ્પિટલની બહાર જોવા મળ્યો

ગોવિંદાના મેનેજરે સુનીતા પર પણ કટાક્ષ કરવામાં આવ્યો હતો કે જો આખરે કેસ પાછો જ ખેંચવાનો હતો, તો પછી તે દાખલ શા માટે કરવામાં આવ્યો હતો. આ અહેવાલો વચ્ચે, ગઈકાલે અભિનેતા હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતા. હવે એ વાત સામે આવી છે કે ગોવિંદાએ મીડિયા સંસ્થાઓ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ચેતવણી આપવાની સાથે એક જાહેર સૂચના પણ જારી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 100 કરોડ રુપિયા સુધીના વળતરની માંગ

ગોવિંદાની જાહેર સૂચના તેમના પરિવાર વિશેની ખોટી, બદનક્ષીકારક અથવા અપ્રમાણિત માહિતીના પબ્લિશ કે શેર પર પ્રતિબંધ મૂકે છે. આ સૂચના AI દ્વારા બનેલા અને તેમાં ફેરફાર કરાયેલી સામગ્રીને પણ લાગુ પડે છે. અભિનેતાએ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જવાબદાર ઠરનારા લોકોએ 100 કરોડ રુપિયા સુધીના વળતરની માંગનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગોવિંદાએ જાહેર કરી નોટિસ

બોલીવુડ અભિનેતા ગોવિંદા દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી કે તેમાં ફેરફાર કરીને બનાવાયેલી સામગ્રી જેમ કે ફોટા, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ્સ, મોર્ફ કરેલી છબીઓ, ડીપફેક્સ અને અન્ય આવી સામગ્રીના ઉપયોગ સામે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત તેમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વ્યક્તિના અવાજ, અંગત અને પારિવારિક માહિતી, નામ અથવા ફોટોગ્રાફ્સના દુરુપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નોટિસમાં કરવામાં આવેલી જોગવાઇ

નોટિસ અનુસાર, જે વ્યક્તિઓ આવી કન્ટેટ પબ્લિશ કે શેર કરે છે, તેમની સામે બદનક્ષી, ઓળખનો દુરુપયોગ અને સાયબર ક્રાઈમ સંબંધિત કાયદાઓ હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ખાસ કરીને, આ નોટિસમાં 'ભારતીય ન્યાય સંહિતા, 2023 ' અને 'ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000'ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોષિત ઠરેલી વ્યક્તિઓ પાસેથી 100 કરોડરુપિયા સુધીનું વળતર માંગવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બીજા લગ્નની વાતને કરી નકારી

વાસ્તવમાં, સુનીતા આહુજાની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ગોવિંદાએ તે અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેઓ બીજા લગ્નની તૈયારી કરી રહ્યા છે. જોકે, હાલમાં આ દંપતી વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Govinda Issues Warning Marriage Warns Legal Action Over Divorce Rumours
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ