બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે બેઠા આધારનું બદલો સરનામું, હવે કોઈ લાઈનમાં ઊભા રહેવાની નથી જરૂર
5 ફોટો ગેલેરી
Last Updated: 02:52 PM, 23 August 2026
1/5
હવે દરેક જગ્યાએ પહેલા આધાર કાર્ડ જ માગવામાં આવે છે. જો તમે હાલમાં જ ઘર બદલ્યું હોય કે નોકરીના કારણે બીજા શહેરમાં સ્થળાંતર કર્યું હોય તો આધારમાં જૂનું સરનામું હોવાથી બિનજરૂરી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને બેંકિંગ કે સરકારી કામોમાં ડોક્યુમેન્ટના વેરીફીકેશન વખતે આધારનું સરનામું બીજા ડોક્યુમેન્ટ સાથે મેળ ખાતું ન હોય તો પ્રોસેસ અટકી જાય છે.
2/5
3/5
તેની પ્રોસેસ એકદમ સરળ છે. પહેલા તમારા બ્રાઉઝરમાં myAadhaarની ઓફીશીયલ વેબસાઈટ (myaadhaar.uidai.gov.in) ખોલો. ત્યાં તમારો 12 અંકનો આધાર નંબર એન્ટર કરો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. તે દાખલ કરીને લોગિન કરો. લોગિન પછી સ્ક્રીન પર ‘Address Update’ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરીને ‘Update Aadhaar using your documents’ સિલેક્ટ કરો. અહીં તમારું વર્તમાન સરનામું દેખાશે. પેજને નીચે સ્ક્રોલ કરીને નવું સરનામું, રાજ્ય, જિલ્લો, શહેર અને પિન કોડ જેવી માહિતી સાચી-સાચી ભરો.
4/5
નવું સરનામું દાખલ કર્યા બાદ તેને સાબિત કરતો કોઈ એક વેલીડ ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે. આ માટે તમે તમારા નામનું વીજળી બિલ, બેંક સ્ટેટમેન્ટ, ભાડા કરાર (રેન્ટ એગ્રીમેન્ટ), પાસપોર્ટ કે વોટર આઈડી કાર્ડ યુઝ કરી શકો છો. જો નવા શહેરમાં તમારા નામ પર તરત કોઈ એડ્રેસ પ્રૂફ ન હોય તો ‘Head of Family’ (HoF) ઓપ્શન પસંદ કરી શકો છો. આમાં પરિવારના મુખ્ય વ્યક્તિનો આધાર નંબર અને તેમની સાથેના સંબંધનો પુરાવો આપીને પણ સરનામું અપડેટ કરાવી શકાય છે. ફોર્મ સબમિટ કરતાની સાથે જ 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) જનરેટ થશે. આ નંબર સાચવી રાખો કેમ કે તેની મદદથી પછીથી સ્ટેટસ ચેક કરી શકાય છે.
5/5
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખો કે અપલોડ કરેલા ડોક્યુમેન્ટની તસવીર સ્પષ્ટ અને સાફ હોવી જોઈએ. ધૂંધળા કે કપાયેલા કાગળો અપલોડ કરવાથી રિક્વેસ્ટ નકારી શકાય છે. સાચા પુરાવા હોય તો તમે જ્યારે ઇચ્છો ત્યારે આધારનું સરનામું બદલાવી શકો છો. જો તમે માત્ર જૂના દસ્તાવેજોની ફરીથી વેરીફીકેશન કરાવતા હોવ તો આ સુવિધા 14 જૂન 2027 સુધી સંપૂર્ણરીતે મફત છે. જ્યારે નવું સરનામું અપડેટ કરાવતા હોવ તો ઓનલાઈન માત્ર 75 રૂપિયાની ફી ચૂકવવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ