બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / iPhoneની જીદ, અને પળભરમાં આખું પરિવાર સાફ! 5 જ સેકન્ડમાં 3 લોકો જીવથી ગયા

વીડિયો / iPhoneની જીદ, અને પળભરમાં આખું પરિવાર સાફ! 5 જ સેકન્ડમાં 3 લોકો જીવથી ગયા

Published By: Nirav Kumar

Last Updated: 03:46 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં iPhoneને લઈને થયેલી ઝગડાને કારણે એક યુવાન અને તેના માતા-પિતાએ પહાડીમાંથી કૂદકો મારીને જીવ ગુમાવ્યો છે. આ ઘટના આઈફોન પ્રત્યેની દીવાનગી અને તેના સ્ટેટસ સિમ્બોલ બની જવાના ઓબ્સેશનને ઉજાગર કરે છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં આઈફોનને લઈને થયેલી દલીલે આખા પરિવારને ઉજાડી નાખ્યો છે. શુક્રવારે તિસગાંવ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં યુવાન કુણાલે પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારબાદ તેના પિતા અને માતાનું પણ અવસાન થયું. વાલુજ પોલીસના ઇન્સ્પેક્ટર રામેશ્વર ગાડેના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ 10 વાગ્યે બની હતી.

કુણાલે આઈફોનને લઈને માતા-પિતા સાથે ઝગડો કર્યો હતો. ત્યારબાદ તે ખવડ્યા પહાડી તરફ જતો રહ્યો. પરિવારના સભ્યો અને બીજા લોકોએ લગભગ ત્રણ કલાક સુધી તેને સમજાવવાનો અને સુરક્ષિત રીતે નીચે લાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ન માન્યો. આખરે કુણાલે પહાડીમાંથી કૂદકો મારી દીધો. પુત્રને બચાવવાની કોશિશમાં પિતાનું સંતુલન ખોરવાઈ ગયું અને તેઓ પણ નીચે પડી ગયા. પુત્ર અને પતિને આંખો સામે પડતા જોઈને માતા સંગીતા આઘાતમાં આવી અને તેમને પણ પહાડીમાંથી કૂદકો મારી દીધો. આમ માત્ર થોડીક સેકન્ડોમાં ત્રણ જીવોનો અંત થઈ ગયો હતો.

iPhone પ્રત્યે લોકોમાં આટલી દીવાનગી કેમ?

iPhoneનો ક્રેઝ કોઈથી છુપાયેલો નથી. તેને મોટાભાગના લોકો સ્ટેટસ સિમ્બલ માને છે. પહેલાં તે માત્ર બિઝનેસ ક્લાસ અને તેમના પરિવારો સુધી મર્યાદિત હતો પણ હવે તે સામાન્ય લોકોમાં પણ ખૂબ પોપ્યુલર બની ગયો છે. તે લોકોને પ્રીમિયમ અનુભવ આપે છે.

એપલ માત્ર ફીચર્સ પર જ ફોક્સનથી કરતી, પણ ડિઝાઈન, યુઝર એક્સપીરિયન્સ અને પ્રીમિયમ ઈમેજ પર ખાસ ભાર મૂકે છે. જેમાં અનેક યુવાનો નવો iPhone લૉન્ચ થતાની સાથે જ તે ખરીદી લે છે અને જૂનો મોડલ વેચી દે છે, જેથી સેકન્ડ હેન્ડ માર્કેટ પણ ખૂબ મજબૂત બન્યો છે. iPhoneની રિસેલ વેલ્યુ એન્ડ્રોઈડ ફોનની સરખામણીમાં વધુ સારી મળે છે.

વધુ વાંચો : નોકરી રક્ષા મંત્રાલયમાં, 3 મહીનાની ગર્ભવતી, અને મહિલાએ કર્યું સુસાઇડ

એના માટે એપલનું ઈકોસિસ્ટમ પણ મોટું કારણ છે. મેકબુક, એપલ વોચ, એઅરપોડ્સ જેવા ડિવાઈસ એકબીજા સાથે જોડાઈને શાનદાર એક્સ્પીરિયન્સ આપે છે. જેમાં બહેતર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરનારા લોકોમાં પણ iPhoneની માંગ ખૂબ વધી છે.આ ઘટના એ વાતની યાદ અપાવે છે કે મટીરિયલ વસ્તુઓ પ્રત્યેની અતિશય લાલસા ક્યારેક મોટી કિંમત વસૂલી લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra lost lives iPhone craze

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ