બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માણાવદરમાં 35 વર્ષીય મોબાઈલ વેપારીની છરી ઝીંકીને હત્યા, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

જુનાગઢ / માણાવદરમાં 35 વર્ષીય મોબાઈલ વેપારીની છરી ઝીંકીને હત્યા, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 03:45 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના માણાવદરમાં 35 વર્ષીય મોબાઈલ વેપારીની હત્યાથી ખળભળાટ મચ્યો છે.

માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં થયેલી ચકચારી હત્યાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. 35 વર્ષીય મોબાઈલ વેપારી જસ્મિન મનસુખભાઈ બેચરાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં હવે પોલીસ તપાસમાં મહત્વની કડીઓ સામે આવી છે. મૃતક અને આરોપી અગાઉથી એકબીજાને ઓળખતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના થોડા સમય પહેલાં બંને વચ્ચે વાતચીત થઈ હતી.

શું બન્યો હતો બનાવ?

માણાવદરની બસ સ્ટેશન વાળી શેરી ઈમેજ મોબાઈલની દુકાન અને આ જ દુકાનમાં બન્યો હત્યાનો સનસનીખેજ બનાવ. જસ્મિન મનસુખભાઈ બેચરા દુકાનમાં હાજર હતા ત્યારે પ્રવીણ બારિયા ત્યાં આવ્યો હતો. બંને અગાઉથી એકબીજાને ઓળખતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. થોડા સમય સુધી વાતચીત થયા બાદ અચાનક મામલો વણસ્યો અને જસ્મિનભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પેટ, હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જસ્મિનભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક અને આરોપી વચ્ચે અગાઉથી ઓળખાણ હતી અને ઘટનાના સમયે બંને વચ્ચે મોબાઈલની લેવડદેવડ બાબતે વાતચીત થઈ હોવાનું પ્રત્યક્ષદર્શીના નિવેદનમાં સામે આવ્યું છે.

હત્યારો પણ ઘાયલ

હત્યાની આ ઘટનામાં પ્રત્યક્ષદર્શીની કડી પણ પોલીસ તપાસ માટે મહત્વની બની છે. રમણિકભાઈ ભાલોડિયા ઘટનાના થોડા સમય પહેલાં દુકાન પર આવ્યા હતા. તેઓ દુકાનમાંથી બહાર નીકળ્યા બાદ માત્ર પાંચથી સાત મિનિટમાં જ બૂમાબૂમ થઈ હતી. પરત ફરતા તેમણે આરોપીના હાથમાં ચપ્પુ અને જસ્મિનભાઈને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. બીજી તરફ હુમલા દરમિયાન આરોપી પ્રવીણ બારિયા પણ ઈજાગ્રસ્ત થયો હતો અને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.હત્યાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે. જૂની કોઈ લેણદેણ, અગાઉની બોલાચાલી કે અન્ય કોઈ કારણ હતું કે કેમ તે અંગે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે તપાસ ચાલી રહી છે. આરોપી હાલ સારવાર હેઠળ હોવાથી તેની પૂછપરછ થઈ શકતી નથી. આરોપી ભાનમાં આવ્યા બાદ વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : નિદાન વિના સામાન્ય વાયરલ તાવમાં બિનજરૂરી એન્ટીબાયોટિક્સ આપવાનું ટાળો, ડૉ. હર્ષ તોષનીવાલની સલાહ

પોલીસે શરુ કરી તપાસ

હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ છે કે આખરે મોબાઈલની દુકાનમાં એવું શું બન્યું કે વાતચીતનો અંત હત્યામાં થયો? હત્યા પાછળનું સાચું કારણ શોધવા પોલીસ દ્વારા CCTV ફૂટેજ, CDR અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી મળેલા હથિયાર સહિતના પુરાવા પણ તપાસનો ભાગ બન્યા છે. આરોપી સારવારમાંથી બહાર આવ્યા બાદ તેની પૂછપરછમાં હત્યાના રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ