બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 24 ઓગસ્ટે મેઘતાંડવ! 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

photo-story

5 ફોટો ગેલેરી

Rain Forecast / 24 ઓગસ્ટે મેઘતાંડવ! 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Last Updated: 03:56 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weather 24 August 2026: દેશમાં આક્રમક ચોમાસા વચ્ચે હવામાન વિભાગે વધુ એક ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આવતીકાલે 24 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વરસાદ દરમિયાન 80 થી 85 કિમી/કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.

1/5

photoStories-logo

1. દેશભરના 22 રાજ્યોમાં આંધી-વરસાદની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર આવતીકાલે 24 ઓગસ્ટે દેશભરના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જોરદાર વાવાઝોડાની ચેતવણી

મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે જોરદાર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા વિનાશ સર્જી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વાવાઝોડુ વેરશે વિનાશ

આ દરમિયાન 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી ફૂંકાશે. આ વાવાઝોડાથી મોટા વૃક્ષોને નુકસાન થવાની ધારણા છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. વધુમાં પહાડી રાજ્યોમાં ખતરનાક ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આવતીકાલે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

24 ઓગસ્ટે દિલ્હી માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઉત્તરાખંડમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

અલ્મોડા, ચમોલી, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ, નૈનીતાલ, હરિદ્વાર, ઋષિકેશ, પૌરી ગઢવાલ, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચંપાવત અને ટિહરી ગઢવાલ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Weather 24 August 2026 IMD Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ