બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટા ઉદેપુરમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, થઇ શકે ચોંકાવનારો ખુલાસો

કાર્યવાહી / છોટા ઉદેપુરમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, થઇ શકે ચોંકાવનારો ખુલાસો

Published By: Vishal Khamar
Reported By: Rajesh Rathva

Last Updated: 11:01 AM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના એક યુવકને નકલી જાતિ પ્રમાણપત્ર બનાવવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના એક યુવકને નકલી જાતિ પ્રમાણપત્ર બનાવવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રતનપુરા ગ્રામ પંચાયતમાં વી.સી. તરીકે કામ કરતો હતો અને નસવાડીમાં દુકાન રાખીને માત્ર 500 રૂપિયામાં નકલી જાતિ પ્રમાણપત્ર બનાવી આપતો હોવાનો આક્ષેપ છે. મામલતદારની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

પૈસા કમાવાની લાલચ નસવાડીના એક યુવકને ભારે પડી

નકલી દસ્તાવેજો બનાવી પૈસા કમાવાની લાલચ નસવાડીના એક યુવકને હવે ભારે પડી છે.નસવાડીનો સફરાજ ભીલ રતનપુરા ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ તરીકે કામ કરતો હતો. પંચાયતમાં વી.સી.ઈ મારફતે લોકોને આવકના દાખલા, જન્મ-મરણના દાખલા, 7/12 અને 8-અ સહિતના વિવિધ દસ્તાવેજો મેળવવામાં મદદ કરવામાં આવતી હતી.

500 રૂપિયામાં નકલી જાતિ પ્રમાણપત્ર બનાવી આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ

આ કામ દરમિયાન સિસ્ટમની જાણકારીનો કથિત રીતે ગેરલાભ ઉઠાવી સફરાજે માત્ર 500 રૂપિયામાં નકલી જાતિ પ્રમાણપત્ર બનાવી આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે. નસવાડીમાં તેણે પોતાની ઓફિસ પણ શરૂ કરી હતી. સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ઝડપથી દાખલો મળી જાય તેવી લાલચમાં લોકો તેની પાસે આવતા હતા.જોકે, નકલી પ્રમાણપત્ર બનાવવાનું આ કથિત કૌભાંડ લાંબું ચાલી શક્યું નહીં અને આખરે તેનો પર્દાફાશ થયો.

મામલતદારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી

મામલતદારને આ સમગ્ર મામલાની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. નસવાડીના એક વ્યક્તિ પ્રભુ રાઠવાએ પોતાના પુત્રને આશ્રમ શાળામાં પ્રવેશ માટે જાતિના દાખલાની જરૂર હોવાથી તાલુકા પંચાયતમાં અરજી કરી હતી. અરજીમાં વિલંબ થતાં તેણે સફરાજ ભીલનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી જાતિ પ્રમાણપત્ર મેળવ્યું હતું.જોકે, મામલતદારને પ્રમાણપત્ર અંગે શંકા જતાં તેની ખરાઈ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું.

આ પણ વાંચોઃ પ્રવાહી માત્ર સામાન્ય દારૂ નહીં..! ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં FSL રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી

મહેનત વગર પૈસા કમાવાની લાલચમાં કરેલી આ કથિત કરતૂત હવે સફરાજ ભીલને ભારે પડી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે સફરાજે અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી જાતિના દાખલા બનાવી આપ્યા છે?શું આ સમગ્ર કૌભાંડમાં માત્ર સફરાજ ભીલ જ સામેલ હતો કે તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ પણ સંકળાયેલી છે? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જો કે પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાનો વધુ ખુલાસો થઈ શકે તેમ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Naswadi News Chhota Udepur News Gujarat Crime News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ