બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રાજકોટના મેટોડા GIDCમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, શખ્સે ઝાડી ઝાંખરામાં લઈ જઈને કર્યું કુકર્મ
Last Updated: 04:22 PM, 23 August 2026
રાજકોટના મેટોડા GIDCમાં એક પરપ્રાંતિય શખ્સે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ બાળકીને નજીકના ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને ત્યાં કુકર્મ આચર્યું હતું. મેટોડા GIDC પોલીસે માત્ર બે જ કલાકની અંદર આરોપીને ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
રાજકોટમાં 12માં ધોરણની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સગીરા ગર્ભવતી બની
ADVERTISEMENT
સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સતત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતાં આરોપીઓએ સમગ્ર મામલો છુપાવવા માટે ગર્ભપાત કરાવવાના હેતુથી દવાઓ ખવડાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકી આપી સતત માનસિક દબાણ કર્યું હતું. આખરે કંટાળેલી સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી, જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.