બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે નથી રાખી શકતા પુત્રદા એકાદશીનું વ્રત? સંતાન સુખ માટે તો જરુર કરો આ સરળ ઉપાય

photo-story

6 ફોટો ગેલેરી

Putrada Ekadashi Upay / આજે નથી રાખી શકતા પુત્રદા એકાદશીનું વ્રત? સંતાન સુખ માટે તો જરુર કરો આ સરળ ઉપાય

Last Updated: 07:51 AM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Putrada Ekadashi 2026: આજે, 23 ઓગસ્ટે પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. જો તમે વ્રત ન રાખી શકતા હોય, તો પણ તમારા બાળકોના સુખી જીવન માટે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો.

1/6

photoStories-logo

1. પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ

હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન આવતી હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે. ભગવાન વિષ્ણુને સમર્પિત પુત્રદા એકાદશીનું વ્રત આજે, 23 ઓગસ્ટે રાખવામાં આવી રહ્યું છે. આ વ્રત સંતાન પ્રાપ્તિની કામના તેમજ સંતાનોની પ્રગતિ અને દીર્ઘાયુ માટે કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા છે કે આ વ્રતનું પાલન કરવાથી તેજસ્વી અને દીર્ઘાયુ સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. જો કોઈ કારણસર તમે આ વ્રત ન કરી શક્યા હોય, તો પણ કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે માતા-પિતા બનવાના સુખની તમારી ઈચ્છા પૂરી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિદ્ધિ યોગ અને રવિ યોગનો દુર્લભ સંયોગ

શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો એક દુર્લભ અને વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે. આવા શુભ સંયોગ દરમિયાન વ્રતનું પાલન કરવાથી તેમજ પૂજા-અર્ચના, મંત્ર-જાપ અને દાન-પુણ્ય જેવા કાર્યો કરવાથી અનેકગણું આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ - બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પુત્રદા એકાદશીનો સમયગાળો

શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિ 23 ઓગસ્ટના રોજ સવારે 2 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટના રોજ સવારે 4:18 વાગ્યા સુધી રહેશે. તેથી, 23 ઓગસ્ટના રોજ જ વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે કેટલાક સરળ ઉપાયો પણ કરી શકો છો; માનવામાં આવે છે કે આમ કરવાથી સંતાનના જીવનની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પુત્રદા એકાદશીના ઉપાયો

(1) સંતાન ગોપાલ મંત્ર- “ॐ देवकीसुत गोविंद वासुदेव जगत्पते। देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः॥” નો જાપ કરો. (2) તુલસી પૂજનઃ- એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. (3) પીપળાની સેવાઃ-સવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. (4)વિશેષ ભોગ:- ભગવાન વિષ્ણુને કેસરવાળી ખીર, પીળા લાડુ અને તુલસીના પાન અર્પણ કરો. (5) પાઠ: - પુત્રદા એકાદશીના દિવસે 'સંતાન ગોપાલ સ્તોત્ર' અથવા 'વિષ્ણુ સહસ્ત્રનામ'નો પાઠ કરો. (6) મંત્ર જાપ:-સંતાન પ્રાપ્તિ અને ખુશહાલી માટે 'ॐ नमो भगवते वासुदेवाय' મંત્રનો 108 વાર જાપ કરો.(7) અભિષેક:- પૂજા દરમિયાન 'દક્ષિણાવર્તી શંખ'નો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. (8) દાન:- આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, ચણાની દાળ અથવા પીળી મીઠાઈ નું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

remedies on ekadashi for children Putrada ekadashi Upay putrada ekadashi 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ