બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:27 AM, 23 August 2026
1/5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેશભરના 25 રાજ્યો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
2/5
રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં નોંધાયા છે.
3/5
મેદાની વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનની સ્થિતિની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. બંને રાજ્યોના મોટાભાગના જિલ્લાઓ માટે વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્રએ ત્વરિત પગલાં લેતાં લોકોને સલાહ આપી છે કે ખરાબ હવામાન દરમિયાન વીજળી પડવાના જોખમને કારણે ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવુ. ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/5
બીજી તરફ, ચોમાસાના વરસાદે પહાડી રાજ્યોમાં મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે જમીન બેસી જવાની અને ભૂસ્ખલનનું ગંભીર જોખમ ઊભું થયું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને સંપર્ક માર્ગો પર પથ્થરો પડવાને કારણે ઘણી જગ્યાએ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના પરિણામે સેંકડો પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ ફસાઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / સૂર્ય-બુધ-કેતુની યુતિ, 30 ઓગસ્ટ સુધી આ 5 જાતકોને તો પડશે લીલા લહેર!
6 ફોટોઝ
Putrada Ekadashi Upay / આજે નથી રાખી શકતા પુત્રદા એકાદશીનું વ્રત? સંતાન સુખ માટે તો જરુર કરો આ સરળ ઉપાય
ટોપ સ્ટોરીઝ