ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:18 PM, 23 August 2026
ADVERTISEMENT
આઇફોનની ઇએમઆઇના વિવાદમાં મહારાષ્ટ્રના સંભાજી નગરમાં પહાડ પરથી પડતુ મૂકતા પરિવાર ખતમ થઇ ગયો. આ ઘટનાનો વીડિયો જેણે પણ જોયો છે તે રુવાડા ઉભા થઇ ગયા છે. એક વીડિયોમાં જોવા મળ્યું છે કે, કુનાલ ચાંદગુડેની માતા માથુ જમીન પર રાખીને પ્રાર્થના કરી રહી છે કે તે ખીણ પાસેથી હટી જાય પરંચુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ના હતો. અંતમાં પિતાએ હિમ્મત કરીને એક ઝાટકામાં તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ બન્યુ કંઇક અલગ જ. બાપ-દીકરો બંનેન પહાડ પરથી ખીણમાં પડી ગયા પછી કુનાલની માતા સંગીતાએ પણ છલાંગ લગાવી અને જોત-જોતામાં પરિવાર ખતમ થઇ ગયો.
ADVERTISEMENT
વિવાદમાં નવો એંગલ આવ્યો સામે
રિપોર્ટ અનુસાર, સંગીતા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવે છે. તેના એક વીડિયોમાં તેના પરિવારિક વિવાદની પણ વાત છે. તેણે કહ્યું કે, તેમની બંને વચ્ચે ત્રીજી મહિલાની દખલગીરીના કારણે પરિવારમાં વિવાદ પેદા થયો હતો. તે પોતાના પતિ મુરલીધર ચાંદગુડે અને મહિલાથી વિવાહેતર સંબંધોની વાત કરી હતી. તે કારણથી પરિવારમાં તણાવ વધવા લાગ્યો હતો. તેણે આ વાત વીડિયોમાં કરી હતી. જો કે એ વિવાદને હાલની ઘટના સાથે કોઇ લેવાદેવા છે કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી.
ADVERTISEMENT
એક દીકરાની મોતથી પરેશાન હતી
સંગીતાએ પછી એ પણ કહ્યું કે, અમુક લોકો તેના પતિને પરેશાન કરી રહ્યા છે. તેને વૈવાહિક જીવનની તકલીફો વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેણે કહ્યું કે, 8 વર્ષ પહેલા એક દીકરાની મોત થઇ ગઇ છે. ત્યાર બાદ આખો પરિવાર આઘાતમાં હતો. આ ઘટના બાદ પરિવારમાં તણાવ ઓછો થયો નથી. દર બે દિવસે આ વાતને લઇ ઘરમાં વિવાદ થયા કરતો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવેથી એરપોર્ટ પર નહીં જોવા મળે લાંબી લાઇનો, 1 સપ્ટેમ્બરથી મળશે આ ઝંઝટથી છૂટકારો
શું છે મામલો?
ADVERTISEMENT
છત્રપતિ સંભાજીનગરના તીસગાંવ વિસ્તારમાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 19 વર્ષીય કુણાલ ચાંડગુડેને પોતાના માતા-પિતા સાથે iPhone ખરીદવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ કુણાલ ખૂબ જ પરેશાન થઈને ટેકરીઓ તરફ ચાલ્યો ગયો હતો. કુણાલ ટેકરી પર પહોંચી ગયો હોવાની જાણ થતાં તેના પિતા 48 વર્ષીય મુરલીધર ચાંડગુડે અને માતા સંગીતા ચાંડગુડે પણ તેને શાંત પાડવા માટે ત્યાં દોડી ગયા હતા. જોકે, ત્યારબાદ જે બન્યું તેમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT