બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ભરૂચથી લઇને ગાંધીનગર સુધી..! રાજ્યમાં મેઘો મચાવશે તાંડવ, જાણો સ્કાયમેટની આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

સ્કાયમેટ આગાહી / ભરૂચથી લઇને ગાંધીનગર સુધી..! રાજ્યમાં મેઘો મચાવશે તાંડવ, જાણો સ્કાયમેટની આગાહી

Last Updated: 01:54 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Skymet Rain Forecast : આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! સ્કાયમેટની આગાહી મુજબ દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી ધોધમાર વરસાદની શક્યતા

1/5

photoStories-logo

1. સ્કાયમેટની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

સ્કાયમેટના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત નર્મદા, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગાહી

મધ્ય અને ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે અને છૂટાછવાયા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જાણો સૌરાષ્ટ્રને લઈ શું છે સ્થિતિ ?

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે

સ્કાયમેટના આ અનુમાનને ધ્યાનમાં રાખીને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને પગલે નદી-નાળાઓ નજીક બિનજરૂરી અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Skymet Forecast Gujarat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ