બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! જુલાઈથી વધી શકે મોંઘવારી ભથ્થું, જાણો કેટલાં ટકા

આનંદો / સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! જુલાઈથી વધી શકે મોંઘવારી ભથ્થું, જાણો કેટલાં ટકા

Jinal Chauhan

Last Updated: 08:20 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થા (DA)માં વધારો થવાની સંભાવના લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

તાજેતરમાં જાહેર થયેલા CPI-IWના આંકડાઓ બાદ DA વધારાનો રસ્તો વધુ સ્પષ્ટ બન્યો છે. આ વધારાથી લાખો કર્મચારીઓના પગારમાં સીધો ફાયદો જોવા મળશે. ઉપરાંત 8મા પગાર પંચને લઈને પણ કર્મચારીઓમાં ઉત્સુકતા વધી રહી છે. દિવાળી આસપાસ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જુલાઈથી DAમાં 3 ટકાનો વધારો લગભગ નક્કી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો થવાની શક્યતા મજબૂત બની છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઔદ્યોગિક શ્રમિકોના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના તાજેતરના આંકડાઓ મુજબ મે મહિનામાં ઇન્ડેક્સ 150.8 સુધી પહોંચ્યો છે, જ્યારે એપ્રિલમાં તે 149.9 હતો. મોંઘવારીના વધતા આંકડાઓના આધારે કર્મચારીઓને મળતા DAમાં સુધારો કરવામાં આવે છે. મે સુધીના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો જુલાઈથી DAમાં ઓછામાં ઓછો 3 ટકા વધારો થવાની શક્યતા છે. અગાઉ સરકારે DAમાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો હતો જેના કારણે DA 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો.

money-simple

8મા પગાર પંચની રાહમાં કર્મચારીઓ

સરકારી કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે નવા પગાર માળખાની અમલવારી આગામી વર્ષના અંત સુધી થઈ શકે છે. જોકે, પગારમાં થનારો વાસ્તવિક લાભ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. જો 8મો પગાર પંચ અમલમાં આવશે તો કર્મચારીઓને 18થી 24 મહિનાનો મોટો એરિયર એકમુશ્ત મળી શકે છે. જુલાઈ 2026 માટે DAની ગણતરી હાલના 7મા પગાર પંચના નિયમો હેઠળ જ થવાની ધારણા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ દેશની આ મોટી બેંક પર RBIનો મોટો હથોડો! ફટકાર્યો અધધધ 66 લાખનો દંડ, તમારું પણ ખાતું છે આ બેંકમાં?

DAનું એરિયર કર્મચારીઓને કેવી રીતે મળશે?

અહેવાલો મુજબ જુલાઈ 2026 પછી 7મા પગાર પંચ હેઠળ DAમાં જે વધારો થશે તે 8મા પગાર પંચ લાગુ થયા બાદ એરિયર તરીકે ચૂકવવામાં આવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો, જો જુલાઈ 2026માં DA વધે અને ત્યારબાદ 8મો પગાર પંચ અમલમાં આવે, તો જૂના અને નવા પગાર માળખા વચ્ચેનો તફાવત કર્મચારીઓને એરિયર તરીકે આપવામાં આવશે. સરકાર પહેલેથી ચૂકવાયેલા DA અને નવા પગાર માળખા મુજબ બનતા DA વચ્ચેનો તફાવત ચૂકવશે.

દિવાળી આસપાસ થઈ શકે છે સત્તાવાર જાહેરાત

કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. આ સુધારો સામાન્ય રીતે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે. ભલે સત્તાવાર જાહેરાતમાં વિલંબ થાય, પરંતુ વધારાનો લાભ કર્મચારીઓને નક્કી થયેલી તારીખથી જ આપવામાં આવે છે. અત્યારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ 2026ના DA વધારાની સત્તાવાર જાહેરાત ઓક્ટોબર મહિનામાં દિવાળી આસપાસ કરવામાં આવી શકે છે. જોકે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા જાહેર થનારી અમલ તારીખ, ફિટમેન્ટ ફેક્ટર, પે મેટ્રિક્સ અને DA ટ્રાન્ઝિશન ફોર્મ્યુલા પર આધારિત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DA Increase Central Government Employees 8th Pay Commission
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ