ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રાખડી બાંધતી વખતે કઈ ભૂલો ટાળવી? થાળીથી લઈને રાખડી બાંધવા સુધી જાણો ધાર્મિક માન્યતા મુજબના નિયમો

photo-story

7 ફોટો ગેલેરી

Raksha Bandhan 2026 / રાખડી બાંધતી વખતે કઈ ભૂલો ટાળવી? થાળીથી લઈને રાખડી બાંધવા સુધી જાણો ધાર્મિક માન્યતા મુજબના નિયમો

Last Updated: 07:24 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રક્ષાબંધન 28 ઓગસ્ટે છે અને રાખડી બાંધતી વખતે ભદ્રા કાળ, દિશા અને રાખીની સ્થિતિનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં વિધિ મુજબ તિલક, આરતી અને શુભ રાખડી વાપરવાથી તહેવારની પવિત્રતા જળવાય છે.

1/7

photoStories-logo

1. રક્ષાબંધન

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સંબંધનો તહેવાર મનાય છે. આ દિવસે બહેન ભાઈનાં કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષાનું વચન આપે છે. જેમાં વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટ શુક્રવારે મનાવવામાં આવશે. રાખડી બાંધવી સરળ લાગે છે પણ હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. જેમાં શુભ સમયે અને વિધિ-વિધાનથી રાખી બાંધવાથી તહેવારની પવિત્રતા જળવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભદ્રા કાળમાં ન બાંધો રાખડી

રક્ષાબંધન પર ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં ધાર્મિક માન્યતા મુજબ ભદ્રા દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આથી રાખડી બાંધતા પહેલાં પંચાંગમાં ભદ્રાની સ્થિતિ જોવી જરૂરી છે. આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનો કોઈ અસર નથી કેમ કે ભદ્રા 27 ઓગસ્ટની રાત્રે જ પૂરી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. દિશાનું રાખો ધ્યાન

પરંપરા મુજબ ભાઈને રાખડી બાંધતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડવો. જેમાં બહેન ભાઈની સામે બેસીને પૂજાની થાળી તૈયાર કરે છે અને વિધિ મુજબ તિલક, અક્ષત અને રાખી અર્પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તૂટેલી કે ખરાબ રાખડી ન વાપરો

રાખડી બાંધતા પહેલાં તેને સારી રીતે તપાસી લો. જો રાખડી તૂટેલી હોય, દોરો ખુલ્લો હોય કે કોઈ ભાગ ખરાબ થયો હોય તો એવી રાખડી ન બાંધવી. જેમાં રાખડી ભાઈ-બહેનના સંબંધ અને રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આથી સાફ અને સાચી રાખડી પસંદ કરવી શુભ માનવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઉતાવળ કરવાનું ટાળો. રાખડી બાંધતા પહેલાં પૂજાની થાળી અને બધી જરૂરી સામગ્રી તૈયાર રાખવી વધુ સારું મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રાખડીની થાળીમાં શું રાખી શકાય?

પૂજાની થાળીમાં કુંકુ, અક્ષત, દીવો, મીઠાઈ અને રાખડી રાખી શકાય. ઘણા પરિવારોમાં ભગવાન ગણેશની પૂજા કરીને રક્ષાબંધનની વિધિ શરૂ કરવાની પરંપરા છે. જેમાં બહેન સૌપ્રથમ ભગવાન ગણેશનું સ્મરણ કરી શકે છે. ત્યારબાદ ભાઈને તિલક અને અક્ષત લગાડીને આરતી કરી અને કાંડા પર રાખડી બાંધવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાખડી બાંધતા પહેલાં શું કરવું?

ભાઈને સાફ જગ્યા પર બેસાડો. પૂજાની થાળી તૈયાર કરીને ભગવાનનું સ્મરણ કરો. બાદમાં ભાઈના કપાળ પર કુંકુનું તિલક લગાડો. આ તિલક બાદ અક્ષત લગાડીને આરતી કરો અને ત્યારબાદ રાખડી બાંધો. આ રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવો અને તેના સુખી જીવનની કામના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

religious tradition Hindu rituals Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ