ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / YouTube-Instagram બાદ હવે ‘Club App’ની એન્ટ્રી! ઓછા ફોલોઅર્સવાળા ક્રિએટર્સને પણ કમાણીની તક, જાણો કેવી રીતે
5 ફોટો ગેલેરી
Last Updated: 07:41 PM, 26 August 2026
1/5
સોશિયલ મીડિયાના યુગમાં કન્ટેન્ટ બનાવીને કમાણી કરવી જેટલી સરળ દેખાય છે, વાસ્તવમાં તેટલી હોતી નથી. YouTube પર કમાણી શરૂ કરવા માટે હજારો સબ્સ્ક્રાઇબર્સ અને વોચ ટાઇમની શરતો પૂરી કરવી પડે છે, જ્યારે Instagram પર લાખો ફોલોઅર્સ હોવા છતાં દરેક ક્રિએટરને સીધા પ્લેટફોર્મ તરફથી મોટો ફાયદો થતો નથી. આ સ્થિતિ વચ્ચે લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Kick દ્વારા 'Club' નામની એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે, જે નાના ક્રિએટર્સ માટે કમાણીના નવા દ્વાર ખોલી રહી છે.
2/5
ઓગસ્ટ 2026માં ઓફિશિયલી લોન્ચ થયેલી આ એપનો મુખ્ય હેતુ એડવર્ટાઇઝમેન્ટ કે કરોડો વ્યુઝ પર નિર્ભર રહ્યા વગર ક્રિએટર્સને કમાણી કરાવવાનો છે. જો કોઈ ક્રિએટર પાસે લાખો ફોલોઅર્સ ન હોય, પરંતુ 500 કે 1,000 જેટલા અત્યંત લોયલ (વફાદાર) ફેન્સ હોય, તો પણ તે આ પ્લેટફોર્મ દ્વારા સારી આવક ઊભી કરી શકે છે. કંપનીના જણાવ્યા મુજબ, ટેસ્ટિંગ દરમિયાન બે મહિનાથી પણ ઓછા સમયમાં 1 લાખથી વધુ યુઝર્સ આ એપ સાથે જોડાયા હતા.
ADVERTISEMENT
3/5
આ એપમાં કમાણીનું મોડલ ખૂબ જ સરળ અને ડાયરેક્ટ રાખવામાં આવ્યું છે. પેઇડ મેમ્બરશિપ: ક્રિએટર્સ પોતાના ફેન્સ માટે મંથલી મેમ્બરશિપ ફી નક્કી કરી શકે છે. એક્સક્લૂસિવ કન્ટેન્ટ: ખાસ કે પ્રીમિયમ કન્ટેન્ટ માટે ફેન્સ પે-વોલ (Paywall) દ્વારા ચૂકવણી કરીને વિડીયો કે પોસ્ટ જોઈ શકે છે. ડાયરેક્ટ ટિપ્સ અને કનેક્શન: ફેન્સ તેમના પ્રિય ક્રિએટરને સીધી ટિપ આપી શકે છે અથવા પર્સનલ કનેક્શન અને ચેટ માટે પેમેન્ટ કરી શકે છે. ગેમર્સ અને નાના ડિજિટલ ક્રિએટર્સમાં આ એપ અત્યારથી જ ખૂબ લોકપ્રિય થઈ રહી છે.
4/5
YouTube નો મોટો ખેલ મોટા પાયાના ઓડિયન્સ અને લાખો-કરોડો વ્યુઝ પર આધારિત છે. યુટ્યુબમાં મોનેટાઇઝેશન માટે 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને નિશ્ચિત વોચ ટાઇમ જરૂરી હોય છે. વધુમાં, યુટ્યુબ ફેન-ફંડિંગ કમાણીમાંથી 30% હિસ્સો કમિશન તરીકે રાખે છે અને ક્રિએટરને 70% આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ