ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવા સિક્યોરિટી ફીચર્સથી અકાઉન્ટ હેકિંગ અને સ્કેમથી મળશે વધુ સુરક્ષા, જાણો શું બદલાયું
5 ફોટો ગેલેરી
Last Updated: 08:31 PM, 26 August 2026
1/5
મેટાની માલિકી ધરાવતા લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક સાથે અનેક નવા સિક્યોરિટી ફીચર્સ રોલઆઉટ કરવાની જાહેરાત કરી છે. સતત વધી રહેલા સાયબર સ્કેમ, ઓનલાઇન ફ્રોડ અને અકાઉન્ટ હેકિંગની ઘટનાઓને અટકાવવા માટે આ અપડેટ્સ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
2/5
વિશ્વભરમાં 1 અબજથી વધુ યુઝર્સ પાસકીનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધી વેરિફિકેશન કોડ વગર ફિંગરપ્રિન્ટ, ફેસ આઇડી કે સ્ક્રીન લોકથી અકાઉન્ટ લોગ-ઇન કરવાની સુવિધા મળતી હતી. પરંતુ હવે નવા અપડેટ બાદ એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) બંને ડિવાઇસ ધરાવતા યુઝર્સ એક જ વોટ્સએપ અકાઉન્ટ માટે એકથી વધુ પાસકી સેટ કરી શકશે. આ ઓપ્શન એપના Settings > Account > Passkeys માં ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
3/5
વોટ્સએપે ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-Step Verification) ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ યુઝર્સ માત્ર 6 ડિજિટનો પિન નંબર સેટ કરી શકતા હતા. પરંતુ હવે સુરક્ષા વધારવા માટે અક્ષરો, નંબર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ (જેમ કે @, #, $) ધરાવતો સખત અને મજબૂત પાસવર્ડ બનાવવાની સુવિધા આપવામાં આવી છે. કંપનીએ યુઝર્સને '123456' જેવા નબળા પાસવર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
4/5
હવે કોઈ પણ અનસેવ્ડ કે અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે વોટ્સએપ સ્ક્રીન પર જ વધુ ડિટેલ્સ ડિસ્પ્લે કરશે. એન્ડ્રોઇડ યુઝર્સ એ પણ જોઈ શકશે કે કોલ કરનાર નંબર અન્ય કોઈ દેશનો (આંતરરાષ્ટ્રીય) છે કે નહીં અને શું તે નંબર યુઝર સાથે કોઈ કોમન ગ્રુપમાં જોડાયેલો છે કે નહીં. આ ફીચરથી યુઝર્સને અજાણ્યા સ્કેમ કોલ્સ ઓળખવામાં અને તેને એટેન્ડ કરવા કે નહીં તેનો નિર્ણય લેવામાં મદદ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ